લીંબડી કેળવણી મંડળ સંચાલિત 11 શૈક્ષણિક સંસ્થાઓ માટે આંતર શાળાકીય સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. વિઝન-2024 અંતર્ગત અનેક શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સુચારૂ આયોજન કરવામાં આવી રહ્યું છે.
શિયાળાની આરોગ્યપ્રદ ઋતુમાં છાત્રોમાં શારીરિક ક્ષમતા, ચપળતા, ખેલ કૌશલ્ય, સમૂહ ભાવના જેવા ગુણો વિકસે, માનસિક તંદુરસ્તી વધે અને શૈક્ષણિક પરિણામો ઉત્કૃષ્ટ બને એ હેતુથી રમત–ગમત કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય સાંઘીય અને વ્યકિતગત ખેલ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
લીંબડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એથલેટિક્સ રમતો સાથે માઘ્યમિક અને ઉચ્ચતર વિભાગના સ્પર્ધકો માટે લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેક, ચક્ર ફેક, બરછી ફેક, દોડ, કબડ્ડી, ખો-ખો, બાસ્કેટ બોલ, હેન્ડબોલ, વોલીબોલ, રસ્સા ખેચ જેવી રમતો યોજવામાં આવી રહી છે.સાંઘીય અને વ્યકિતગત સ્પર્ધામાં 200થી વધુ છાત્રોએ ભાગ લીધો છે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, એલકેએમના સહમંત્રી પ્રકાશભાઇ સોની, પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, પ્રોફેસર સી.બી.જાડેજા, પ્રિન્સિપાલ ડૉ.એચ.જી.પુરોહિત, મનુભાઈ જોગરાણા, સી.બી.જાડેજા, કે.કે.વ્યાસ, પાર્થ ચૌહાણ સહિત એલકેએમ સંચાલિત સ્કૂલના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.