સુવિધા:લીંબડી શહેરમાં 22 લાખના ખર્ચે ઊભા કરાયેલા વોટર ATMનું આજે લોકાર્પણ

લીંબડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી શહેરમાં આજે વોટર એટીએમનું લોકાર્પણ. - Divya Bhaskar
લીંબડી શહેરમાં આજે વોટર એટીએમનું લોકાર્પણ.
  • રૂ.1માં 200 ML, રૂ.5માં 1, રૂ.10માં 20 લિટર ફિલ્ટર પાણી મળશે

લીંબડી નગરપાલિકા કચેરી દ્વારા 15માં નાણાંપચની ગ્રાન્ટમાંથી 22 લાખના ખર્ચે શહેરના તપસ્વી ચોક, ભલગામડા ગેટ, ઉંટડી પુલ અને બસ સ્ટેશન નજીક 4 વોટર એટીએમ મશીન નાખવામાં આવ્યા છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, ઉપપ્રમુખ ગીતાબેન મકવાણાના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસે જણાવ્યું હતું કે વોટર એટીએમ મશીન દ્વારા લોકો 1 રૂ.નો સિક્કો નાખશે એટલે 200 ML, રૂ.5ના સિક્કામાં 1 લિ. 10નો સિક્કો નાખશે એટલે 20 લિટર ફિલ્ટર પાણી મળી રહેશે.

જે આવક થશે તે પાલિકા સ્વભંડોળમાં રાખી લોકો માટે ખર્ચ કરશે. વોટર એટીએમ બાજુમાં રાખેલી પાણીની ટાંકી ભરવાની જવાબદારી પાલિકાની છે. વોટર એટીએમનું મેન્ટેનન્સ કંપની આજીવન નિ:શુલ્ક કરી આપશે તેવી શરત છે. ઉનાળામાં વોટર ATM ખુબ ઉપયોગી નીવડશે તેવી આશા છે. પ્લાસ્ટિકના પાઉચનું પાણી પીવાથી થતું શારિરીક નુકસાન અને મોંઘી પાણીની બોટલોના ખર્ચથી બચાવ થશે. લોકો ધ્યાનથી ઉપયોગ કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...