ચેકિંગ:30 કલાકથી પણ વધુ સમયથી ધોળી ગામનો વીજ પુરવઠો બંધ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં વીજ ચેકિંગ - 2 લાખનો દંડ

લીંબડી-ચુડા-સાયલા પંથકમાં પીજીવીસીએલની ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સેજકપર ગામનો ખેડૂત ટ્રાન્સફોર્મર ઊભી કરી વીજ ચોરી કરતો ઝડપાઈ ગયો હતો. વીજ ચોરી કરતા પકડાયેલા ખેડૂતને 2 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. 24 કલાકથી વધુ સમય થયો હોવા છતાં વીજ કર્મીઓ સાથે ઝપાઝપી કરનાર ધોળી ગામના સરપંચ કે તેના સાગરીતોને પોલીસ શોધી શકી નથી. 30 કલાકથી વધુ સમયથી ધોળી ગામનો વીજ પુરવઠો બંધ છે. લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં અ.ઈજનેર એ.એચ. વાઘેલા, કા.ઈજનેર એમ.એમ. સુમેસરાના માર્ગદર્શન હેઠળ વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. સેજકપર ગામનો રૂપાભાઈ છગનભાઈ નામનો ખેડૂત ખેતરમાં ટ્રાન્સફોર્મર ઊભી કરી વીજ ચોરી કરતો ઝડપાઈ ગયો હતો. વીજ ચોરી કરતા પકડાયેલા ખેડૂતને 2.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ચેકિંગને લઈ વીજ ચોરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.વીજ ચોરી કરી પીજીવીસીએલના કર્મીઓ સાથે ઝપાઝપી કરનાર ધોળી ગામના સરપંચ દશરથ શેખ, પ્રતાપ ગામી સહિતના શખસોને ધંધુકા પોલીસ ઝડપી શકી નથી. 30 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ધોળી ગામનો વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...