વીજ ચોરોમાં ફફડાટ:લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં 30 ટીમ દ્વારા વીજ ચેકિંગ કરાયું

લીંબડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. - Divya Bhaskar
લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું.
  • 75 વીજ ચોરોને 20 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો​​​​​​​

લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીની 30 ટીમે ત્રણેય તાલુકાના 75 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપી પાડી 20 લાખનો દંડ ફટકાર્યો હતો. વીજ ચેકિંગને લઈને વીજ ચોરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

લીંબડી-ચુડા-સાયલા પંથકમાં કાર્યપાલક ઈજનેર એમ.એન. સુમેસરાના માર્ગદર્શન હેઠળ વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની 30 ટીમે લીંબડી-ચુડા-સાયલા પંથકમાં 353 જેટલા વીજ કનેક્શન ચેક કર્યાં હતા. જેમાંથી 75 વીજ જોડાણમાં ગેરરીતિ ઝડપી પાડી હતી. ગેરરીતિ કરનાર શખસોને 20 લાખથી વધુનો દંડ ફટકારાયો હતો.

વીજ ચેકિંગને લઈને વીજ ચોરી કરતા ઈસમોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ અંગે કા.ઈજનેર એમ.એન.સુમેસરાએ જણાવ્યું હતું કે વીજ ચોરી સાંખી લેવામાં નહીં આવે. આવનારા સમયમાં પણ વીજ ચોરો પર તવાઈ ચાલતી રહેશે. કોઈની પણ સેહ શરમ રાખ્યા વગર ભવિષ્યમાં ચેકિંગ કામગીરી ચાલતી જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...