વીજ ચેકિંગ:લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં 32 ટીમ દ્વારા વીજ ચેકિંગ

લીંબડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 141 વીજ ચોરોને ઝડપી 1 કરોડથી વધુનો દંડ કરાયો

લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજ કંપનીની 32 ટીમોએ ત્રણેય તાલુકાના 141 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપી પાડી વીજ ચોરોને રૂ. 1 કરોડથી વધુનો દંડ ફટકાર્યો હતો. નવાગામમાં જ્યોતિગ્રામની વીજ લાઈનમાંથી મોટા પ્રમાણમાં ખેતીવાડીનું ગેરકાયદે જોડાણો ઝડપાયા હતા.

રાજકોટ કોર્પોરેટ ઓફિસની સૂચના અને સુરેન્દ્રનગર અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળ લીંબડી, ચુડા અને સાયલા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતી. પીજીવીસીએલની 32 ટીમોએ લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં ઘરવપરાશના 500 જેટલા વીજ કનેક્શનો ચેક કર્યા હતા. જેમાં 73 વીજ જોડાણોમાં ગેરરીતિ ઝડપી પાડી 13 લાખનો દંડ ફટકાર્યો હતો.

સાયલા તાલુકાના નવાગામમાં જ્યોતિગ્રામની વીજ લાઈનમાં લંગર નાખી ખેતીવાડીમાં વીજ વપરાશ કરતાં 68 ખેડૂતોને વીજ ચોરી કરતા ઝડપી પાડ્યા હતા. 68 વીજ ચોરોને 1 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. લીંબડી-ચુડા-સાયલા તાલુકામાં 141 વીજ ચોરોને ઝડપી પાડી 1.13 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ ચોરી કરતા શખસોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

જ્યોતિગ્રામનો ્ દૂર ઉપયોગથી અનેક ગામોમાં વીજ સમસ્યા
ખેતીવાડી વાડી માટે નિયત કરેલા સમયે વીજ પુરવઠો આપવામાં આવે છે પરંતુ સીમ વિસ્તારના રહેણાંક ધરાવતા ખેડૂતો ગરમીમાં પંખા સહિતની સુવિધા અને રાત્રીના સમયે ઝેરી જીવ જંતુના રક્ષણ માટે જયોતિગ્રામ યોજનાથી વીજ કનેકશન આપવામાં આવે છે. પરંતુ તે કનેકશન સાથે ચેડા કરીને ખેતીવાડી માટે ઉપયોગ કરતા અનેક ગામોમાં વીજ સમસ્યા ઉભી થતી પણ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...