આયોજન:લીંબડી ખાતે આસારામબાપુના ભક્તોએ ભક્તિ-જાગૃતિ સંકિર્તન યાત્રા યોજી

લીંબડીએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીલકંઠ વિદ્યાલય ખાતે યાત્રાની પુર્ણાહુતિ થઈ, ચોટીલા તરફ જવા રવાના થઇ

આસારામબાપુની પ્રેરણાથી શ્રી યોગ વેદાંત સેવા સમિતિના નેજા હેઠળ ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રસરીને હરિનામ સંકીર્તન યાત્રા બુધવાર સવારે લીંબડી શહેર ખાતે આવી પહોંચી હતી. લીંબડીમાં સંકીર્તન યાત્રા દલવાડી સમાજની ભોજનશાળા પાસેથી શુરૂ થઈ ભલગામડા ગેઇટ, ચબુતરાચોક, સરોવરીયા હનુમાનજી મંદિર, શાકમાર્કેટ, લેક્યુ બિલ્ડીંગ, રાજકવિ ચોક, એસટી બસસ્ટેન્ડ સુધી યોજાઈ હતી. નીલકંઠ વિદ્યાલય ખાતે યાત્રાની પુર્ણાહુતી થઈ ચોટીલા તરફ જવા રવાના થઇ હતી.

સમિતિના પ્રવક્તાએ જણાવ્યું કે, આસારામબાપુની પ્રેરણાથી સમાજમાં એકતાનો સંદેશો આપવાના હેતુથી સમગ્ર વિશ્વમાં આ હરિનામ કિર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સંકિર્તન યાત્રા દરમિયાન આસારામબાપુના આધ્યાત્મિક જીવન ચરિત્ર આધારિત વિવિધ પ્રકારના બેનરોથી શણગારેલા વાહનો અને ભગવાન નામનું કિર્તન કરતા ભક્તો દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકોએ સ્થળે-સ્થળે પુષ્પોની વર્ષા કરી યાત્રાને આવકારી હતી. આરતી અને પૂજા અર્ચન કરી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...