તપાસ:લીંબડી દાવલશા શેરીમાં રહેતી મહિલાનું ભેદી સંજોગોમાં મોત

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યા કે આત્મહત્યા, કારણ અકબંધ

લીંબડીની દાવલશા શેરીમાં રહેતી મહિલા ગળેફાંસો ખાઘેલી હાલતમાં ઘરેથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મહિલાએ આત્મહત્યા કરી કે તેની હત્યા કરાઈ તે કારણ જાણી શકાયું નથી. મૃતકના પરિવારજનો આ અંગે કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી તેવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. લીંબડી શહેરની દાવલશા શેરીમાં રહેતા બિલકિસબેન મુરાદભાઈ શામદારનો મૃતદેહ ગળેફાંસો ખાઘેલી હાલતમાં તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. પરણિત મહિલાના મોતના સમાચાર ફેલાતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

બિલકિસબેનની હત્યા થઈ કે તેમને આત્મહત્યા કરી તે કારણ જાણી શકાયું નથી. બિલકિસબેનના મૃતદેહને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે મૃતકના પરિવારજનો આ અંગે કોઈ કાર્યવાહી કરવા માંગતા નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેના કારણે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાયું કે નહીં તે પણ સવાલ બની ગયો છે.

બિલકિસબેને આત્મહત્યા કરી તો તેના પાછળ તેમની શું મજબૂરી હતી? કોના ત્રાસે આપઘાત કર્યો? આર્થિક સંકડામણ હતી કે પારિવારિક તકલીફ? આપઘાત કરવા કોને મજબૂર કર્યા? જો તેમની હત્યા કરવામાં આવી હોય તો શેના માટે? હત્યા કરવા પાછળ હેતુ શું? હત્યારા કોણ? સહિતના અનેક પ્રશ્નો વણઉકેલેલા છે. બિલકિસબેનની હત્યા થઈ કે તેમને આપઘાત કર્યો તે બહાર આવશે કે નહીં તે પણ એક સવાલ છે.

પોલીસ આ અંગે કોઈ નક્કર પગલા ભરી તપાસ ચલાવશે કે નહીં તે તો આવનારો સમય બતાવશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે યુવતીનું મોત કુદરતી નથી. યુવતીના મૃત્યુ પાછળ કોઈ કારણ તો જવાબદાર છે. જવાબદારો ઉપર કોઈ કાર્યવાહી થશે કે મહિલાના મૃત્યુના કારણ ઉપર પડદો પાડી દેવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે.

અન્ય સમાચારો પણ છે...