તપાસની માગ:ચુડામાં પાણીની લાઈનના કામમાં ભ્રષ્ટાચારની રાવ: સરપંચ સહિતનાની તપાસની માગણી

લીંબડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચુડામાં નખાતી પાણીની લાઈનના કામમાં ભ્રષ્ટાચારની રાવ. - Divya Bhaskar
ચુડામાં નખાતી પાણીની લાઈનના કામમાં ભ્રષ્ટાચારની રાવ.
  • સરપંચ, ઉપસરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યોએ તપાસની માગ કરી

ચુડા શહેરમાં વાસ્મો યોજના અંતર્ગત 5 કરોડથી વધુના ખર્ચે ટાંકી, સમ્પ, પાણીની લાઈનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. પાણીની લાઈનના કામમાં ભ્રષ્ટાચારની રાવ ઊઠી છે. ગ્રામ પં.ના સરપંચ, ઉપસરપંચ, પાણી સમિતિના સભ્યોએ ભ્રષ્ટાચારની તપાસ કરવાની માગ કરી છે.

22 હજારથી વધુ વસ્તી ધરાવતા ચુડા ગામમાં પાણીની સમસ્યા હલ કરવા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના પ્રયાસો થકી 9 લાખ લી. ટાંકી, 15 લાખ લીટરનો સમ્પ અને લાઈન નાખવા રૂ.5.43 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. વાસ્મો દ્વારા ચુડા ગામમાં પાણીની લાઈન નાખવાનું કામ હાથ ધરાયું છે. કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી છે. ચુડાના સરપંચ કનૈયાલાલ વાણિયા, ઉપસરપંચ હિતેન્દ્રસિંહ ઝાલા અને ગ્રામ પંચાયતની પાણી સમિતિના સભ્યોએ ભ્રષ્ટાચારની તપાસ કરવાની માગ કરી છે. ચુડાના ઉપસરપંચ હિતેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે વાસ્મોની લાઈનનું કામ પ્લાન, એસ્ટિમેટ મુજબ થતું નથી.

પાણીની લાઈન નાખતી વખતે 3 ફૂટથી વધુ ખોદકામ કરવાનું હોય છે તેના બદલે ફક્ત દોઢ-બે ફુટ ખોદી લાઈન નાંખી દેવામાં આવી રહી છે. નવી લાઈન નાખવાને બદલે વાસ્મો જૂની લાઈનમાં નવી લાઈન ફીટ કરી દે છે. પંચાયતના સરપંચ, ઉપસરપંચ કે પાણી સમિતિના સભ્યોને વાસ્મો વિશ્વાસમાં લીધા વગર પોતાની મરજી મુજબ કામ કરી રહી છે. કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેની તપાસ થવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...