વરણી:કોંગ્રેસે સુરેન્દ્રનગર જિલ્લાના 5 તાલુકા, 1 શહેર પ્રમુખ બદલ્યા

લીંબડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા અને શહેર પ્રમુખોની વરણી કરાઈ છે. પાટડીના ધારાસભ્ય નૌશાદ સોલંકી, જિ.પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ભગીરથસિંહ રાણા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રૈયાભાઈ રાઠોડ સહિત કાર્યકરોના હસ્તે લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે લગધીરસિંહ નરપતસિંહ રાણા, ચુડામાં દિનેશભાઈ અણીયાળીયા, સાયલામાં ધનજીભાઈ મકવાણા, મૂળી નરેન્દ્રસિંહ પરમાર, લખતરમાં ગેરમભાઈ નેત્રા અને કાર્યકારી પ્રમુખ માણેકલાલ રાઠોડ, પાટડી શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રામજીભાઈ ચાવડા, ચોટીલા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેચરભાઈ પરમારની વરણી કરવામાં આવી છે.

આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડે જણાવ્યું કે છેલ્લા કેટલાય સમયથી અમુક તાલુકાઓમાં પ્રમુખના ફેરફાર કરવાની ચર્ચા ચાલતી હતી. પાર્ટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. આગામી સમયમાં જિલ્લામાં જરૂરી લાગશે ત્યાં બાકી રહેલા શહેર અને તાલુકાના પ્રમુખની વરણી કરાશે. જૂના સિક્કા ઘસાઈ ગયા છે હવે નવી કટકડતી નોટો બજારમાં ફરતી જોવા મળશે. પ્રમુખ બદલવાથી કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ પ્રમુખ બદલાતાં કશી નવા જૂની થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...