ફાયદો થવાની આશા:પાણશીણા ગામે PGVCLની પેટા વિભાગીય કચેરીનો આરંભ

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 31 ગામોના 11 ફિડરના વીજ ગ્રાહકોને ફાયદો થવાનો આશાવાદ

લીંબડી તાલુકાના પાણશીણા ગામે પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીનો કેબિનેટ મંત્રીઓના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. પાણશીણા ગામે નવી શરૂ થયેલી પેટા વિભાગીય કચેરીનો લાભ 31 ગામોના 11 ફિડરના 18,019 વીજ ગ્રાહકોને થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

લીંબડી તાલુકાના પાણશીણા ગામે પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીનો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. પાણશીણા ગામે નવી શરૂ થયેલી પેટા વિભાગીય કચેરીમાં 31 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેતીવાડીના 588, ઘર વપરાશના 17,424 ઈન્ડસ્ટ્રીયલ 5 અને એચ.ટી-2 મળીને 18,019 વીજ ગ્રાહકોને લાભ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

પાણશીણા નવી બનેલી પેટા વિભાગીય કચેરીમાં 414 કી.મી એચ.ટી અને 162 એલ.ટી લાઈનનું નેટવર્ક ઉપર વીજ કંપનીના 42 કર્મીઓનો સ્ટાફ કામ કરશે. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, લીંબડી તા.પં.પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, ન.પા.પ્રમુખ બેલાબેન વ્યાસ, રાજભા ઝાલા, ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા, લીંબડી વિભાગીય કચેરીના કા.ઈજનેર એમ.એન.સુમેસરા, ના.ઈજનેર એચ.એમ.સુતરીયા, એસ.કે.ખાંટ સહિત પીજીવીસીએલના અધિકારીઓ, કર્મીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...