રજૂઆત:લીંબડીમાં દુકાનદારો ઉપરના હુમલાના વિરોધમાં આવેદન

લીંબડી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીંબડી સરોવરીયા ચોક પાસે સિઝનબલ વસ્તુનો વેપાર કરતા હાર્દિક અને ચિરાગ ખાંદલા ઉપર ફટાકડાના બાકી રાખેલા પૈસાની ઉઘરાણી કરવા બાબતે રમેશ શિવાભાઈ પરમારે છરી વડે હુમલો કર્યો હતો. હુમલો કરી રમેશ ફરાર થઈ ગયો હતો.

ઘટના અંગે હુમલાખોર રમેશ પરમાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ભર બજારમાં વેપારીઓ પર થયેલા હુમલાને લઈને વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. લીંબડી શહેરમાં વધી રહેલી લુખ્ખા તત્વોની રંજાડને અકુંશમાં લેવા વેપારી એસોસીએશને પીએસઆઈને આવેદન આપ્યું હતું.

વેપારીઓએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગો અને જાહેર ચોક પર સીસીટીવી કેમેરા લગાવવા સાથે મુખ્ય સ્થળે ઉપર પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે. નિયમિત પોલીસ અને પીસીઆર વાન દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. દુકાનદારો ઉપર થયેલા હુમલાની ઘટનાને 24 કલાક વીતી જવા છતાં હુમલાખોરની કોઈ ભાળ મળી નથી.

આ અંગે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ કરી રહી છે તે જાણવા દિવ્યભાસ્કરે પીએસઆઈ વી.એન.ચૌધરી સાથે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે હુમલાખોર રમેશનું લોકેશન અલગ-અલગ જગ્યાએ ચેન્જ થતું રહે છે. અમારું પુરતું ફોક્સ આ ઘટના પર છે. મને વિશ્વાસ છે કે 48 કલાકમાં અમે હુમલાખોરને ઝડપી લેશું. વેપારીઓની જે માંગ છે તે શક્ય એટલી ઝડપે પુરી કરવા પ્રયત્નો કરીશું. હુમલાખોર વેપારી ભાઈઓ ઉપર ક્રોસ ફરિયાદ કરી તેવા સંકેત વેપારીઓ ઉપર થયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. જેમાં હુમલાખોર રમેશ પરમાર દુકાન બહાર બાઈક પર બેસી ચિરાગ ખાંદલા સાથે રકઝક કરી રહ્યો દેખાય છે.

ચિરાગ ગુસ્સે થઈ દુકાનના કાઉન્ટર ઉપરથી ઊભો થાય છે. દુકાન અંદર જઈ લાકડી લઈ બહાર નીકળે છે. પોતાનું બેલેન્સ ગુમાવી દે છે અને રસ્તા ઉપર પડી જાય છે. આ સમયે તેનો હાર્દિક રમેશ ઉપર તૂટી પડે છે. અને રમેશને માર મારવા લાગે છે. રમેશ બાઈક મૂકી ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે. ત્યારે હાર્દિક અને ચિરાગ તેનો પીછો કરતા નજરે પડે છે. ત્યારબાદ બન્ને વેપારી ઘાયલ અવસ્થામાં દુકાને પાછા ફરે છે.

અન્ય સમાચારો પણ છે...