લીંબડી પાલિકા સહિતની કચેરીઓમાં શહેરના ખત્રીવાડ શેરીમાં થયેલા દબાણો દૂર કરાવવા રજૂઆત કરાઈ હતી. ચીફ ઓફિસરે શેરીમાં અવરજવર કરતા લોકોને દબાણને કારણે ચાલવામાં મુશ્કેલી પડતી હોવાનું કારણ જણાવી 20 રહીશોને રસ્તા પર કાઢેલા પગથિયા, પાણીની ટાંકી, ઓટલા, શૌચાલય સહિત બાંધકામ દૂર કરવા માટે નોટિસ ફટકારી હતી. નોટિસ મળતા ખત્રીવાડમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકો રોષે ભરાયા હતા.
ગુરૂવારે લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, ચીફ ઓફિસર તુષાર ઝાલરિયા ટીમે ખત્રીવાડ શેરીમાં પહોંચી ગયા હતા. ખત્રીવાડના રહીશો સાથે રકઝક બાદ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ઓટલા, પગથિયાં સહિત બાંધકામ તોડવાનું શરૂ થતાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. દબાણ દૂર કરવાનો વિરોધ કરનારા પાલિકાના પૂર્વ કોર્પોરેટર ગીતાબેન નિલેશભાઈ સાકરીયાને પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં તેમની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.