ફરિયાદ:લીંબડીના યુવકે 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

લીંબડી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મદદ કરતા 2 શખસ સામે પણ ફરિયાદ

લીંબડી શહેરના એક વિસ્તારમાં રહેતી 12 વર્ષ અને 4 માસની સગીરાને ભાગ આપવાની લાલચ આપી પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સાથે દુષ્કર્મ કરવામાં મદદરૂપ બનનાર અન્ય 2 શખસ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. લીંબડી શહેરના એક વિસ્તારમાં રહેતો રાહુલ રમેશ બુટિયાએ 12 વર્ષ અને 4 માસની સગીરાને ભાગ આપવાની લાલચ આપી તેના મિત્ર ચેતન રમેશ સાવડીયાના ઘરમાં સફાઈ કરવા લઈ ગયો હતો. સગીરા સફાઈ કરવા પહોંચી ત્યારે રાહુલ, ચેતન અને રવિ પપ્પુ બુટિયા ઘરે હાજર હતા.

રવિ અને ચેતન ઘરમાં કોઈ આવે નહીં તેનું ધ્યાન રાખવા મકાનની બહાર નીકળી ગયા હતા. રાહુલ સગીરાને રૂમ લઈ ગયો હતો. સગીરાને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ અંગે કોઈને કહેશે તો સગીરાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના અંગે સગીરાએ પરિવારને જાણ કરતાં દુષ્કર્મ આચરનાર રાહુલ બુટીયા તેની મદદ કરનારા ચેતન સાવડીયા અને રવિ બુટીયા સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...