હુમલો:પત્ની સાથે પ્રેમ સંબંધની શંકાએ યુવાનનો મિત્ર પર છરી વડે હુમલો

લીંબડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતા તૌફીક અસ્માલભાઈ ટીંબલીયા અને અબ્દુલકાદીર મયુદીનભાઈ ઢોળીતર વચ્ચે ગાઢ મિત્રતા હતી. અબ્દુલકાદીર પરિણીત હતો. અબ્દુલકાદીરને શક હતો કે તેની પત્ની સાથે તેના મિત્ર તૌફીકને પ્રેમ સંબંધ બંધાયો છે. મંગળવારે તૌફીક તેની દુકાન પાસે બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અબ્દુલકાદીર તેની ગરદનથી પકડી લીધો હતો.

સમગ્ર ઘટના તૌફીકના ભાઈ અબ્દુલ એમદભાઈ ટીંબલીયાએ જોઈ પરંતુ તેમને લાગ્યું કે બન્ને મિત્રો મજાક-મસ્તી કરી રહ્યા હશે. થોડીવારમાં તૌફીક બચાવો-બચાવોની બુમો પાડવા લાગ્યો હતો. કશું અજુગતું બન્યું હોવાની શંકા જતાં અબ્દુલભાઈ બનાવના સ્થળે દોડી ગયા હતા. બાથે પડેલા બન્ને મિત્રને છૂટા પડાવ્યા. અબ્દુલકાદીરના હાથમાં રહેલી છરી છીનવી નીચે ફેંકી દીધી હતી.

તૌફીક લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી ગયો અબ્દુલકાદીર ત્યાંથી ભાગી ગયો હતો. ઘાયલ તૌફીકને સારવાર માટે લીંબડી અને ત્યારબાદ સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યો હતો. હુમલાખોર અબ્દુલકાદીર ઢોળીતર સામે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પીએસઆઈ એચ.એચ.જાડેજા, મહાવીરસિંહ ઝાલા, કુલદીપસિંહ ગોહિલ સહિત પોલીસ ટીમે હુમલો કરી ફરાર થનાર અબ્દુલકાદીરને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...