અકસ્માત:લીંબડી-રાણપુર હાઈ-વે પર માતા-પિતાની નજર સામે 3 વર્ષના પુત્રનું મોત

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદથી પર્યુષણ પર્વની ઉજવણી કરી વઢવાણ પરત ફરતા જૈન પરિવારની કારનો ટેન્કર સાથે અકસ્માત

લીંબડી-રાણપુર હાઈ-વે પર વઢવાણના જૈન પરિવારની કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર સામે આવતાં ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા કારમાં સવાર માતા-પિતાની નજર સામે 3 વર્ષના પુત્રનું મોત થયું હતું. પતિ-પત્નીને ઈજા પહોંચી હતી.

વઢવાણ જૈન સમાજના વિપુલભાઈ પ્રકાશભાઈ શેઠ પત્ની ખુશ્બુબેન અને 3 વર્ષના પુત્ર ક્રિસિલ (કાનો) સાથે બોટાદ સબંધીને ત્યાં પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં ગયા હતા. બોટાદથી વઢવાણ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લીંબડી-રાણપુર હાઈ-વે રોડ પાસે સોમનાથ હોટેલ નજીક તેમની કારનું ટાયર ફાટ્યું હતું.

ટાયર ફાટતા ચાલક વિપુલભાઈ શેઠે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાર સામે આવતાં ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા કારમાં સવાર 3 વર્ષના પુત્ર ક્રિસિલનું માતા-પિતાની નજર સામે મૃત્યુ થયું હતું. વિપુલભાઈ અને તેમના પત્ની ખુશ્બુબેનને ઈજા પહોંચી હતી.

અકસ્માતના સમાચાર સાંભળી હોટેલના માલિક તનકસિંહ રાણા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત અંગે 108ને જાણ કરી હતી. ચુડા 108ના પાયલોટ શૈલેષભાઈ બલોલીયા, ઈએમટી સંજયભાઈ સોલંકી અકસ્માત ગ્રસ્ત સ્થળે પહોંચી આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...