10 વેપારીને દંડ:75 માઈક્રોનથી નીચેનું 43 કિલો પ્લાસ્ટિક જપ્ત

લીંબડી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ કરતાં 10 વેપારીને સ્થળ ઉપર દંડ ફટકાર્યો

લીંબડી શહેરી વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી કે ઝબલાની વપરાશ, વેચાણ કરતા વેપારીઓની પાલિકા ટીમે તપાસ હાથ ધરી હતી. 10 વેપારી પાસેથી 43 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિકની વપરાશ કરનાર દસેય વેપારીને સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યો હતો.

75 માઈક્રોનથી નીચેનું પ્લાસ્ટિકના વપરાશથી લોકો આરોગ્ય અને પર્યાવરણ પર માઠી અસર પડતી હોવાથી રાજ્યમાં તે વેચાણ ઉપર પ્રતિબંધ છે. 75 માઈક્રોનથી નીચેનું પ્લાસ્ટિકની વપરાશ, વેચાણ કરતા વેપારીઓ સામે તવાઈ હાથ ધરવા પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, ઉપપ્રમુખ ગીતાબેન મકવાણાએ પાલિકા ટીમ બનાવી શહેરમાં કાર્યવાહી હાથ ધરી હતી.

ચીફ ઓફિસર તુષાર ઝલરિયા, એસ.આઈ જગદીશ પરમાર, સરવેયર કે.ડી.ચાવડા સહિત હેલ્થ એન્ડ સેનિટેશન શાખાની ટીમે શહેરના વિસ્તારોમાં ચેકિંગ કરી 10 વેપારી પાસેથી 43 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડયો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલી કે ઝબલાની વપરાશ કરતા પકડાયેલા 10 વેપારીને સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યો હતો. દસેય વેપારી પાસેથી 1,000 રૂ.નો દંડ વસૂલ કરી ભવિષ્યમાં 75 માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકની વપરાશ કે વેચાણ નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...