પાટણ ખાતે કલા ઉત્સવમાં ઝોન કક્ષાની અલગ-અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. લીંબડી એન.એમ.હાઈસ્કૂલના 4 વિદ્યાર્થીઓએ 6 સ્પર્ધામાં ભાગ લીધો હતો. 6માંથી 5 સ્પર્ધામાં 3 છાત્રોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું જ્યારે અન્ય એક સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી ઝોન કક્ષાએ શાળાનું ગૌરવ વધાર્યું હતું.
પાટણ ખાતે કલા ઉત્સવ-2022 ઝોન કક્ષાની અલગ-અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં લીંબડી કેળવણી મંડળ સંચાલિત એન.એમ.હાઈસ્કૂલ સહિત ઝોનની અનેક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં લીંબડી એન.એમ.હાઈસ્કૂલના મહાવીરસિંહ એમ.ઝાલાએ વિઝ્યુઅલ આર્ટ (2D) સ્પર્ધામાં પ્રથમ, અંકિત પી.ડાભીએ એકપાત્રિય અભિનયમાં પ્રથમ, નેહલબેન જે.પ્રજાપતિએ કંઠ્ય સંગીત (પરંપરાગત તથા ક્લાસિકલ) અને વાદ્ય સંગીત (કલાસિકલ) સ્પર્ધાઓમાં પ્રથમ મેળવ્યું હતું.
પીન્ટુ આર.જુવલિયાએ કંઠ્ય સંગીત સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઝોન કક્ષાની સ્પર્ધામાં પ્રથમ અને તૃતીય સ્થાન હાંસલ કરેલા વિદ્યાર્થીઓ અને સ્પર્ધા માટે તેમને તૈયાર કરનાર પી.કે.રાઠોડ, બી.એમ.ગઢવી, પી.સી.રાવલ, ડી.ડી.રોય તથા શાળાના અન્ય શિક્ષકોને એલકેએમના સહમંત્રી પ્રકાશભાઈ સોની સહિત લીંબડી કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ શુભેચ્છા પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.