વૃક્ષારોપણ:19 વર્ષ પહેલાં પ્રતિ હેક્ટર 14 વૃક્ષ હતાં, આજે 25 છે; કેબિનેટ મંત્રી

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબડીના ઉમેદપુર ગામે 73મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો

લીંબડી તાલુકાના ઉમેદપર ગામે કેબિનેટ મંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરી 73મો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જાંબુ ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલાનાં પરિવારને રૂ.4 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. લીંબડી તાલુકાના ઉમેદપુર ગામે તાલુકા કક્ષાનો 73મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે 2003માં જ્યાં પ્રતિ હેક્ટર 14 વૃક્ષ હતા ત્યાં આજે પ્રતિ હેક્ટર 25 વૃક્ષ છે. રાજ્યમાં વન ક્ષેત્રનો વિસ્તાર તેમજ વૃક્ષોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે.

રાજ્યના 33 જિલ્લામાં 75 વડ વન સ્થપાશે, પ્રત્યેક વનમાં 75 વડ વૃક્ષનું વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાની 728 હેકટર જમીનમાં 30.21 લાખ રોપાનું વાવેતર કરાયું છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, લીંબડી તા.પં.પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, ન.પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, સાયલા તાલુકા પ્રભારી રાજભા ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા, એપીએમસી ચેરમેન લખમણભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા. લીંબડી તાલુકાના જાંબુ ગામે તા.7 જૂને વીજળી પડતા મૃત્યુ પામેલા જુસબભાઈ જીવાણીના પરિવારને એસડીઆરએફની યોજના અંતર્ગત કિરીટસિંહ રાણાએ રૂ.4 લાખનો અર્પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...