લીંબડી શહેરના ગ્રીનચોક નજીક આવેલા હનુમાનપરામાં ગુડદી પાસાનો જુગાર રમતા 12 શખસોને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલા શખસો પાસેથી 41,100 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. લીંબડી શહેરી વિસ્તારોમાં પોલીસ ટીમ પેટ્રોલીંગ કરી હતી ત્યારે બાતમી મળી હતી કે ગ્રીનચોક નજીક આવેલા હનુમાનપરા વિસ્તારમાં અમુક શખસો જુગાર રમી રહ્યા છે.
ડીવાયએસપી સી.પી.મુંધવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એચ.કુરેશી, મયુરધ્વજસિંહ ઝાલા, નિલેશભાઈ ચાવડા, પુષ્પરાજસિંહ રાણા સહિત ટીમે બાતમીના સ્થળે દરોડો પાડ્યો ત્યારે પરેશ પ્રેમજીભાઈ રાઠોડ, દિલીપ ભુપતભાઈ ગાબુ, મુકેશ મોહનભાઈ સભાડ, શંભુ રાયસંગભાઈ પીચડીયા, સુરેશ બચુભાઈ બુટીયા, ભાથુ ધુડાભાઈ જાડીયા, અનીલ ભુપતભાઈ ફીચડીયા, અબ્દુલ અનવરશા ફકીર, દેવેન્દ્ર ઈશ્વરભાઈ જાદવ, હર્ષદ ભાવીનભાઈ વાઘેલા, કાળુ દેવજીભાઈ જાદવ અને ગિરીશ અંબારામભાઈ કલ્યાણીને ગુડદી પાસાનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખસો પાસેથી 41,100 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.