અકસ્માત:લીંબડી હાઈ-વે પર દેવપરા પાસે આઈશર પલટતાં 1નું મોત

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડી હાઈ-વે પર દેવપરા પાસે આઈશર પલટતા 1નું મોત, 12 ઘાયલ થયા હતા. - Divya Bhaskar
લીંબડી હાઈ-વે પર દેવપરા પાસે આઈશર પલટતા 1નું મોત, 12 ઘાયલ થયા હતા.
  • આ અકસ્માતમાં 12 લોકો ઈજાગ્રસ્ત

જૂનાગઢથી મંડપ ડેકોરેશનનો સામાન ભરીને મજૂરો સાથે અમદાવાદ જઈ રહ્યું હતું. ત્યારે લીંબડી હાઈ-વે પર દેવપરા ગામના પાટિયા નજીક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આઈશર પલટી ખાઈ ગયું હતું. આઈશરમાં બેઠેલા બંસીભાઈ દલાભાઈ પરમારનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતું.

જ્યારે ઈઝારખાન ધોરેભાઈ, દુલ્હેહસન સિકંદર, પંકજભાઈ સુરજી, નમીરશાહ જયદાશાહ, માજીદ મજીરશાહ, મોહમ્મદ દાનીશ, અસરહુઅલી દુલેહુસેન, સલીમખાન મુન્ના શાહ, આરજી મદનભાઈ સુરેશનાથ લહેરલાલ, મહનરલાલ શેનરાનજી, માંગીબેન ગંગારામભાઈ ઈજા પહોંચી હતી. મૃતકને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલમાં ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...