ધરપકડ:ચુડાના ચોકડી ગામથી દારૂની 111 બોટલ સાથે 1 ઝડપાયો

લીંબડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોકડી ગામથી દારૂની 111 બોટલ સાથે 1 ઝડપાયો. - Divya Bhaskar
ચોકડી ગામથી દારૂની 111 બોટલ સાથે 1 ઝડપાયો.
  • દારૂનો જથ્થો લાવનારા 2 ફરાર, 26 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

ચુડા તાલુકાના ચોકડી ગામથી વિદેશી દારૂની 111 બોટલ અને ચપલા સાથે શખસને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે દારૂ લાવી આપનારા 2 શખસ હાજર મળ્યા નહોતા. પકડાયેલા શખસ પાસેથી 26 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે બાતમી મળી હતી કે ચોકડી ગામના શિવરાજ રણુભાઈ ખાચર, જોગીદાસ ભાંભળા રહેણાકના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.

ઈ.પીએસઆઈ કે.એચ. ઝનકાટ, આર.જે.મીઠાપરા, વી.વી.ગાબુ, મહિપાલસિંહ રાણા સહિત ટીમે બાતમીના સ્થળે દરોડો પાડ્યો હતો. મકાનના રસોડામાં સંતાડેલો 111 દારૂની બોટલ અને ચપલા મળી આવ્યા હતા. શિવરાજ ખાચરને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા શખસ પાસેથી 26,220 રૂ.નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પરંતુ દારૂનો જથ્થો લાવી આપનારા જોગીદાસ જોરૂભા ભાંભળા અને નાગરાજ રણુભાઈ ખાચર હાજર મળ્યા નહોતા. પોલીસે દારૂની હેરાફેરી કરનારા ત્રણેય શખસ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...