મત મળતાં ફેરગણતરી કરાઈ:મુળબાવળામાં ટાઇ પડતાં રિકાઉન્ટિંગ બાદ 3 મતથી જીત

લીંબડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં નાનાં પછી મોટાં ગામનાં પરિણામ આવ્યાં
  • બંને ઉમેદવારને 425 મત મળતાં ફેરગણતરી કરાઈ

લીંબડી તાલુકાના મુળબાવળા ગામમના સરપંચ પદ માટે મત ગણતરી કરવામાં આવી ત્યારે ભરતભાઇ શંકરભાઇ પરનાળીયા અને અમજીભાઇ રસુલભાઇ ફુલધારાને 425 મત મળ્યા હતા. બંને વચ્ચે ટાઇ પડતા રિકાઉન્ટિંગ કરવામાં આવ્યંુ હતું. જેમાં 3 મત વધુ એટલે કે 428 મત મળતા અમજીભાઇ ફુલધારાને 3 મતની લીડથી વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. લીંબડીમાં સવારથી જ મતગણતરી માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. મતગણતરીની શરૂઆત કરવા માટે પહેલા તાલુકાના નાના ગામડાઓની ગણતરી હાથ ઉપર લીધી હતી. તેમના પરિણામો જાહેર થઇ ગયા બાદ મોટા ગામની મતગણતરી કરીને પરિણામો જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...