તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારે રોષ:પર્યાવરણ દિવસના 5મા દિવસે જ લીંબડી BRC ભવનના પ્રાંગણમાં વૃક્ષોનું નિકંદન

લીંબડી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીઆરસી ભવનમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું. - Divya Bhaskar
બીઆરસી ભવનમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું.
  • બાંધકામ ક્ષતિગ્રસ્ત થવાને કારણે મહાકાય વૃક્ષો કપાયા હોવાનો બચાવ
  • જેટલાં કપાયાં તેનાથી 3 ઘણાં વૃક્ષ વાવી ઉછેર કરવાની જવાબદારી લેવાઈ

લીંબડી દિગ્વીજય બાગમાં તા.5 જૂને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દિગ્વીજય બાગની સામે આવેલા બીઆરસી ભવનના પ્રાંગણમાં વિશ્વ પર્યાવરણના 5માં દિવસે વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવતા પ્રકૃતિ પ્રેમી જનતામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વૃક્ષો કાપવા માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. કોરોના મહામારીમાં લોકોને જીવનમાં ઓક્સિજનનું શું મહત્ત્વ છે તે સારી રીતે ખ્યાલ આવી ગયો છે. આપણા જિલ્લામાં વૃક્ષોની સંખ્યા ખાસી ઓછી છે તે આપડે સૌ સારી રીતે જાણીએ છીએ.

વૃક્ષોનું વાવેતર વધે અને તેના ઉછેર થાય તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે તા.5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસે દિગ્વીજય બાગમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા, ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, ભાજપના કાર્યકરો અને નગર પાલિકાના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી અનેક વૃક્ષો વાવવામાં આવ્યાં હતા. વિશ્વ પર્યાવરણના 5માં દિવસે લીંબડી દિગ્વીજય બાગની સામે આવેલા બીઆરસી ભવનના પ્રાંગણમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

વૃક્ષોનું નિકંદન કાઢવા જવાબદારો સામે પગલા ભરવા માંગ ઉઠી રહી છે. આ અંગે લીંબડી બીઆરસી કોઓર્ડિનેટર અશોકભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે મહાકાય વૃક્ષોને કારણે બાંધકામમાં ભારે ક્ષતિ પહોંચી રહી હતી. વૃક્ષોના મૂળને લીધે પાણીનો સંપ, શૌચાલય સહિત બાંધકામને નુકશાન થયું હતું. તાઉતે વાવાઝોડામાં વૃક્ષની ડાળીઓ તૂટી ત્યારે એક-બે કર્મીઓનો માંડ-માંડ બચાવ થયો હતો. અમે શિક્ષકો વૃક્ષનું મહત્ત્વ અને જીવનમાં તેની ભૂમિકા સારી રીતે સમજીએ છીએ માટે જ જેટલા વૃક્ષો કાપ્યા છે તેનાથી 3 ઘણાં વૃક્ષો વાવીશું અને તેનો ઉછેર પણ કરીશું.

અન્ય સમાચારો પણ છે...