તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગેડીના શહીદ ક્ષત્રીય વીરને શ્રદ્ધાંજલી

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલુપુરમાં લતીફ ગેંગનો સામનો કરતા શહિદી વ્હોરી હતી
  • ભંડેરી પોળના 300 યુવાનોએ રક્ષણહારની કુરબાની બાદ મુંડન કરાવ્યું હતું

લીંબડી તાલુકાના ગેડી ગામના ક્ષત્રિય અને અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા લોકોની રક્ષા માટે લતીફ ગેંગનો સામનો કરી શહિદી વોરનાર PSI એમ.ટી.રાણાની 36મી પૂણ્યતિથીએ ઝાલાવાડના લોકોએ શહાદતના દિવસે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

અમદાવાદના કાલુપુર પોલીસ મથકે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા લીંબડી તાલુકાના ગેડીના મહેન્દ્રસિંહ ટેમુભા રાણાએ તા.8 મે 1985ના રોજ કૌટુંબીક બહેનના લગ્ન પ્રસંગ અને ઘરે સંતાનના જન્મ કાજે 10 દિવસની રજા મંજૂર કરાવી હતી. વતન પરત ફરી રહ્યા હતા ત્યારે બાતમીદાર પાસેથી માહિતી મળી કે કુખ્યાત અંડરવલ્ડ ડોન લતીફ સાગરીતો સાથે મળીને કાલુપુરના લોકો પર હુમલો કરવાના મનસૂબા સાથે આવી રહ્યો છે. આ સમાચાર મળતા રજા નામંજૂર કરાવી બે કોન્સ્ટેબલો સાથે કાલુપુરના રહીશોની રક્ષા કરવા પહોંચી ગયા.

લતીફ ગેંગ દ્વારા અંધાધૂંધ ગોળીબાર શરૂ કરવામાં આવ્યો. એમ.ટી.રાણાએ બહાદુરી સાથે સુજબુજ, શૌર્યનો પરચો આપી ગેંગના બે ગુંડાને મોતને ઘાટ ઉતારી અનેકને ઘાયલ કર્યાં. ધાણીફૂટ ગોળીબારમાં મહેન્દ્રસિંહ રાણાએ 8બુલેટ શરીર પર ઝીલી શહિદી વ્હોરી હતી. વિરગતી પહેલા ભંડેરી પોળને સળગતી બચાવી લતીફ ગેંગને ભગાડી દીધી હતી. ક્ષત્રિય શહિદ વિર એમ.ટી.રાણાની શહાદતની 36મી પૂણ્ય તિથીએ ઝાલાવાડના લોકોએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

જે દિવસે શહિદ થયા તે દિવસે જ ઘરે દિકરીબાનો જન્મ થયો
એમ.ટી.રાણાએ જે દિવસે શહિદી વહોરી તેજ દિવસે તેમના ઘરે દિકરીનો જન્મ થયો. બીજા દિવસે વ્હાલ સોહ્યા બેહનની લગ્નની વેલ આવવાની હતી. પરંતુ આવ્યો વીરનો મૃતદેહ. શું આઘાત ઝીલ્યો હશે એ રાજપૂત પિતા, બહેન,પત્નીએ તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

ભંડેરી પોળના 300 યુવાનોએ મુંડન કરાવી પ્રતિમા સ્થાપિત કરી
ભંડેરી પોળના 300 યુવાનોએ પોતાના રક્ષણહારની કુરબાની બાદ મુંડન કરાવી ચોકમાં એમ.ટી.રાણાની પ્રતિમા સ્થાપિત કરી. ત્યાંના રોડને એમ.ટી.રાણા રોડ નામ આપ્યું છે.આ શહિદ વિરના દિકરીબાના વિવાહ થયા ત્યારે ભંડેરી પોળના લોકો લગ્ન પ્રસંગે હાજરી આપી મામાની ફરજ પુરી પાડી મામેરું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...