આયોજન:લીંબડીમાં રાજ્યકક્ષાની શાળાકીય ખો-ખો સ્પર્ધાની આજે ફાઈનલ મેચ

લીંબડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 33 જિલ્લા અને 8 મહાનગર પાલિકાની 36 ટીમોએ ભાગ લીધો

ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજયકક્ષા શાળાકીય અંડર-19 ખો-ખો ભાઈઓ-બહેનોની સ્પર્ધાનું આયોજન લીંબડી સ્પોટર્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું. તા.3થી 5 જાન્યુઆરી ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગર પાલિકાની મળી 36 બહેનોની ટીમોએ ભાગ લઈ ઉત્ક્રુષ્ટ રમતનું પ્રદર્શન કરેલ છે.

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી ખાતે પ્રથમવાર ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલ રાજયકક્ષા બહેનોની ખો-ખો સ્પર્ધામાં પ્રથમ તાપી, દ્વિતીય ક્રમાંકે અમદાવાદ ગ્રામ્ય(હડાળા ભાલ) અને તૃતીય ક્રમાંકે પંચમહાલ જિલ્લાની ટીમો વિજેતા થઈ બની હતી. તા.5 જાન્યુઆરીથી શરૂ થયેલી ભાઈઓની અંડર-19 ખો-ખો સ્પર્ધામાં 36 ટીમોએ ભાગ લીધો છે.

તા.7 જાન્યુઆરીએ ફાઇનલ મેચ યોજાશે. કિરીટસિંહ રાણા, શંકરભાઈ દલવાડી, ન.પા.પ્રમુખ બેલાબેન વ્યાસે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. લીંબડીમાં કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા રમત ગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, સિનિયર કોચ પાર્થ ચૌહાણ, મુકેશભાઇ છત્રોલા, બિપીનભાઈ પટેલ તેમજ DLSSના કોચે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...