દાદાગીરી:લીંબડીમાં ભૂમાફિયાની ખનીજ ટીમ પર ડમ્પર ચડાવવાની ધમકી

લીંબડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માઈન્સ સુપરવાઈઝરે ચેકિંગ હાથ ધર્યું હતું
  • રાસકા ગામના 2 શખ્સો સામે ફરિયાદની તજવીજ

લીંબડીની ભોગાવામાં પોલીસની રહેમનજર હેઠળ રેતી ચોરીનો કાળો કારોબાર ચલાવી ખનીજ માફિયાઓએ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચુનો લગાવી રહ્યા છે. લીંબડી હાઈવે પર ગેરકાયદેસર ખનીજનું ખનન વહન થતું હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખી ભુસ્તર વિજ્ઞાન અને ખાણ ખનિજ અધિકારીની સુચનાથી ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર આશીષ પરમાર ટીમ સાથે લીંબડી હાઈવે સર્કલ પાસે ચેકીંગ કામગીરી હાથ ધરી હતી.

લીંબડી તાલુકાના રાસકા ગામનો દિલીપસિંહ ઝાલા ઉર્ફે દાજી તથા કાળા કલરનો શર્ટ અને નાઈટ પેન્ટ પહેરેલ અજાણ્યો શખ્સ ખનીજ ટીમ પાસે ધસી આવ્યા હતા. કાયદાથી પણ ઉપરવટ હોય તેમ દિલીપસિંહ ઝાલાએ ખનીજ ટીમને અપશબ્દો બોલવા લાગ્યો હતો. ખનીજ ટીમ ઉપર ડમ્પર ચડાવી મારી નાખવાની અને સ્થળ છોડી દેવા ધમકી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી, કપચી, સફેદ માટી સહિત કુદરતી સંપત્તિ બારોબાર વહેંચી કરોડ રૂપિયા કમાઈને ખનીજ માફિયાઓ પોલીસ, મામલતદાર, ખનીજ વિભાગ કોઈને પણ ગાઠતા નથી. દૂધ પાઈને ઉછરેલા સાપો હવે સરકારી તંત્ર સામે જ ફેણ માંડીને બેઠા છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આશીષ પરમારે ફરજમાં રૂકાવટ ઉભી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ બન્ને ઈસમો વિરૂદ્ધ ધોરણસરની લીંબડી પોલીસ મથકે ફરિયાદ આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...