તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:છાલિયાથી લીંબડી તળાવ સુધી આવતી કેનાલમાં હજારો માછલીઓનાં મોત

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છાલિયાથી લીંબડી તળાવ સુધી આવતી કેનાલમાં માછલીઓનાં મોત થયા હતા. - Divya Bhaskar
છાલિયાથી લીંબડી તળાવ સુધી આવતી કેનાલમાં માછલીઓનાં મોત થયા હતા.
  • દુર્ગંધના કારણે રાહદારીઓને રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું

લીંબડી નેશનલ હાઈવે પરના છાલીયા તળાવથી લીંબડી દોલતસાગર તળાવમાં કાચી કેનાલ મારફતે પાણીની આવક કરવામાં આવે છે. છાલીયાથી લીંબડી તળાવ સુધી આવતી કેનાલમાં હજારો માછલીઓના મોત થયા છે. માછલીના મોત શું કારણોસર થયું તે અકબંધ રહ્યું છે. હજારો માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મૃત માછલીઓની દુર્ગંધને કારણે કેનાલની આજુબાજુના વિસ્તારોમાં રહેતા રહીશો અને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

અસહ્ય દુર્ગંધના કારણે રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત માછલીઓને નગરપાલિકા દ્વારા કેનાલમાંથી હટાવી લેવામાં આવે તેવી લોક માગ ઉઠી રહી છે.આ અંગે લીંબડી નગર પાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસે જણાવ્યું હતું કે હોસ્પિટલનું કામ હોવાથી હું બહાર ગામ આવી છું. થોડા દિવસો પહેલા કેનાલ અંદરનો ગાળ અને આડસ હટાવી લેવામાં આવી હતી. માછલીઓનું મૃત્યુ ક્યાં કારણે થયુ તે હજી સુધી જાણી શકાયું નથી. ગુરૂવારે સ્થળ પર જઈશું પછી જ ખ્યાલ આવશે. માછલીઓના મોત પાછળ જે કોઈ જવાબદાર હશે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કેનાલની સફાઈ પણ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...