તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લીંબડી-બોરણા પાસેથી PGVCLના 4 લાખના કેબલ વાયરોની ચોરી

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરીના વીજવાયર ભંગારના વેપારી પાસેથી મળ્યા. - Divya Bhaskar
ચોરીના વીજવાયર ભંગારના વેપારી પાસેથી મળ્યા.
  • ચોર ટોળકીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
  • ચોરેલા વાયર ખરીદનારને નાયબ ઈજનેરે ઝડપી પોલીસને હવાલે કર્યો

લીંબડી તાલુકાના બોરણા ગામ પાસે પીજીવીસીએલ દ્વારા નાંખવામાં આવેલા રૂ.4 લાખના અંડર ગ્રાઉન્ડ કેબલની ચોરી થઈ હતી. પીજીવીસીએલના ના.ઈજનેરે ચોરેલા કેબલની ખરીદનારને મુદ્દામાલ સાથે પકડી પોલીસને સોંપી દીધો. મુખ્ય ચોર ટોળકીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. બોરણા ગામ પાસે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લીંબડી પીજીવીસીએલ ગ્રામ્ય વિભાગ દ્વારા નાંખવામાં આવેલા અલગ-અલગ પ્રકારના 4,03,599 રૂ.ના અંડર ગ્રાઉન્ડ કેબલની ચોરી થઈ જવા પામી હતી.

પીજીવીસીએલ ગ્રામ્ય વિભાગના ડે.ઈજનેર એચ.એમ.સુતરીયાએ વીજ ટીમ સાથે લીંબડી હાઈવે પર ભંગારના વાડાઓમાં તપાસ હાથ ધરી હતી. ચોરણિયા સબ સ્ટેશન સામે આવેલા પ્રભુ માંગીલાલ ગુર્જર (મારવાડી)ના ભંગારના વાડામાંથી ચોરાયેલા કેબલના કટકા મળી આવ્યા હતા. નાયબ ઈજનેર હિતેષકુમાર સુતરીયાએ લીંબડી પોલીસને ઘટનાસ્થળે બોલાવી ચોરેલા કેબલ વાયર સાથે કમલેશ ગુર્જરને સોંપ્યો હતો. મુખ્ય ચોર ટોળકીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...