તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:લીંબડી તાલુકાના મોટીટીંબલાનો યુવાન ‘મેડલ’ વેબ સિરીઝમાં અભિનયન કરશે

લીંબડી25 દિવસ પહેલાલેખક: પૃથ્વીરાજસિંહ ઝાલા
  • કૉપી લિંક
લીંબડીના યુવાન શિક્ષક વેબ સિરીઝમાં અભિનય કરી રહ્યા છે. - Divya Bhaskar
લીંબડીના યુવાન શિક્ષક વેબ સિરીઝમાં અભિનય કરી રહ્યા છે.
  • મોટા ટીંબલા ગામે 25 જુલાઈ સુધી વેબ સિરીઝનું શૂટિંગ કરાશે

લીંબડી તાલુકાના મોટાટીંબલા ગામે ‘મેડલ’ નામથી બનનારી વેબ સિરીઝનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. નાના એવાં મોટા ટીંબલા ગામના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ વેબ સિરીઝનું શુટિંગ કરવામાં આવ્યું રહ્યું છે. પંદરેક માસથી કોરોનાના કકળાટથી માનસિક તાણ ભોગવી રહેલા લીંબડી પંથકના લોકોમાં વેબ સિરીઝનું શુટિંગ નવો જોશ અને ઉત્ત્સાહ ભરી રહ્યો છે.

"મેડલ’ વેબ સિરીઝની સ્ટોરી પોઈન્ટ ગ્રામ્ય વિસ્તારમાં માતા-પિતા બાળકોની ક્ષમતા ઉપર વિશ્વાસ ગુમાવી બેઠા છે. તેવાં બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિને અથાગ પ્રયત્નો કરી શિક્ષક બહાર કાઢતાં દેખાશે. બાળકો પણ સખત પરિશ્રમ કરી "મેડલ’ મેળવી શિક્ષકની મહેનતને લેખે લાવતા જોવા મળશે.

વેબ સિરીઝનું શુટિંગ પૂર્ણ થયા બાદ સોશ્યલ મીડિયાના કોઈ પ્લેટફોર્મ પર 8 ભાગમાં દેખાડવામાં આવશે. "મેડલ’ વેબ સિરીઝમાં અર્ચન ત્રિવેદી, જયેશ મોરે, ચેતન ડાહીયા, પ્રેમ ગઢવી સહિતના વેબ સિરીઝના માસ્ટર અને ધુરંધર કલાકારો સાથે લીંબડીના યુવાન શિક્ષક હિતેશ પંડયા અભિનયના ઓજસ પાથરતા જોવા મળશે. હિતેશ પંડયા વેબ સિરીઝમાં નાની એવી પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. મોટાટીંબલા ગામે તા.25 જુલાઈ સુધી વેબ સિરીઝનું શુટિંગ કરવામાં આવશે. "મેડલ’ વેબ સિરીઝનું પ્રોડક્શન ધૃવલ શાહ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...