ભાસ્કર વિશેષ:લીંબડીના ઉમેદપર ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનિઓની ઓટોમેટિક સેનિટાઈઝર મશીનની કૃતિ જિલ્લામાં પ્રથમ

લીંબડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડીના ઉમેદપર પ્રાથ મિક શાળાના બાળ વૈજ્ઞાનિકોની કૃતિ જિલ્લામાં અવ્વલ આવી. - Divya Bhaskar
લીંબડીના ઉમેદપર પ્રાથ મિક શાળાના બાળ વૈજ્ઞાનિકોની કૃતિ જિલ્લામાં અવ્વલ આવી.
  • વિજ્ઞાન, ગણિત, પર્યાવરણનું જિલ્લા કક્ષાનું ઓનલાઈન પ્રદર્શન યોજાયું હતું

સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાની પ્રાથમિક શાળાઓનું તા.26થી 31 મે સુધી વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણનું જિલ્લા કક્ષાનું ઓનલાઈન મોડ પ્રદર્શન યોજાયું હતું. જેમાં સ્વાસ્થ્ય, આરોગ્ય અને સ્વચ્છતા વિભાગ-2માં લીંબડી તાલુકાના ઉમેદપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક જીવણભાઈ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ધો.5માં અભ્યાસ કરતી શિવાંગી બી.કડીવાલ અને જાનવી એસ.ચિહલાએ તૈયાર કરેલી ઓટોમેટિક સેનિટાઈઝર મશીનની કૃતિએ જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.

ઉમેદપરની પ્રાથમિક શાળામાં ધો.1થી 5માં 2 શિક્ષક જ છે. શાળામાં ફક્ત 26 બાળક અભ્યાસ કરે છે. નાની એવી શાળાને જિલ્લા કક્ષાએ સિદ્ધિ અપાવવા બદલ લીંબડી તાલુકા શિક્ષણાધિકારી જગદશભાઈ મીર, બીઆરસી કો.ઓ. અશોકભાઈ વાઘેલા, સીઆરસી ગિરધરભાઈ મેણિયાએ જિલ્લા કક્ષાએ સિદ્ધિ અપાવવા બદલ બન્ને બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. આગામી સમયમાં બન્ને બાળ વૈજ્ઞાનિકો રાજય કક્ષાના પ્રદર્શનમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સ્વાસ્થ્ય અને આરોગ્યની જાળવણી કરી કોરોના સામે રક્ષણ અપાવતી કૃતિ બનાવી બન્ને બાળ વૈજ્ઞાનિકોએ જિલ્લા કક્ષાએ નામ કાઢ્યું છે.

કૃતિની પદ્ધતિ
1 પ્લાસ્ટિકના ડબ્બામાં સેનિટાઈઝર ભરવું, સ્ટિંગર સાથે ગ્લાસ તથા ફૂવારો ગોઠવવો. 1 પાઈપ ડબ્બામાં અને 1 પાઈપ મઈહઈ મોટર સાથે જોડી સ્ટેન્ડ પર ગોઠવણ કરવી.

કેવી રીતે ઉપયોગમાં આવશે તેની પદ્ધતિ
ઓટોમેટિક સેનિટાઈઝર મશીનને ઘર, શાળા, ઓફિસના દરવાજા પાસે ગોઠવી દેવું. દરવાજા અંદર દાખલ થનાર વ્યક્તિનો પગ સ્ટિંગર પર પડશે એટલે મોટર-બેટરીનું જોડાણ થતા સેનેટાઈઝરનો ફૂવારો ચાલુ થશે અને પગર દૂર કરતાં ફુવારો બંધ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...