હુમલો:લીંબડી શાક માર્કેટમાં પૈસાની લેતી દેતી બાબતે વેપારીને છરીના ઘા ઝીંક્યા

લીંબડી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબડી શાક માર્કેટમાં 2 વેપારી વચ્ચે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં માથાભારે શખસે વેપારીને છરી ઘોપી દેતાં શાક માર્કેટમાં નાસભાગ મચી ગઈ હતી. ઘાયલ વેપારીને સારવાર અર્થે લીંબડી અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખસેડાયા હતા. હુમલો કરનાર શખસ ભાગી છૂટ્યો હતો.

લીંબડી શાક માર્કેટમાં વહેલી સવારે હરાજી સમયે શાકભાજીના હોલસેલના વેપારી જયમિન મુકેશભાઈ સોની અને શાકભાજીનો રિટલ (છૂટક) વ્યાપાર કરતાં મુકેશ ઉર્ફે મુન્ના માવજીભાઈ દલવાડી વચ્ચે અગાઉ લીધેલા પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં માથાભારે જયમિન સોનીએ મુકેશ ઉર્ફે મુન્ના દલવાડીના પેટમાં છરી ઘોપી દીધી હતી. છરીનો ઘા ઝીંકી જયમિન સોની શાક માર્કેટમાંથી ભાગી છૂટ્યો હતો. લીંબડી શાકમાર્કેટ એસો.ના પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ સહિતના દોડી આવ્યા હતા. લોહીથી લથબથ મુકેશ દલવાડીને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં મુકેશને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...