સુરેન્દ્રનગર સહિત અન્ય 9 જિલ્લાઓમાં ધોરણ-11ની દ્વિતીય પરિક્ષા ચાલી રહી છે. વિદ્યાર્થીઓ સારાં માર્ક્સ મેળવવા અને ધો.12ના બોર્ડની પરિક્ષાની તૈયારી કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ગુરુવારે છાત્રોના હાથમાં જે ધો.11નું અર્થશાસ્ત્રનું પેપર આવ્યું તે પેપર તા.17 ફેબ્રુઆરીએ યુટ્યુબ પર અપલોડ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે તનતોડ મહેનત કરતા વિદ્યાર્થીઓમાં નિરાશા છવાઈ જવા પામી હતી. અર્થશાસ્ત્રનું પેપર 17 કલાક પહેલા યુટ્યુબ ઉપર અપલોડ થતા જવાબદાર કાર્યપ્રણાલિ પર અનેકો સવાલ પણ ઉભા થયા હતા.
આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ ગોહિલ સાથે દિવ્યભાસ્કરે ટેલિફોન વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે SVSના તજજ્ઞ શિક્ષકોને બોલાવી તપાસ કરી તો એ વાત સાચી ઠરી કે ધોરણ 11ના અર્થશાસ્ત્રનું પેપર યુટ્યુબ પર લીક થયું છે. પેપર આપડા સુરેન્દ્રનગર જિલ્લામાંથી લીક નથી થયું. પરંતુ આ વખતે સુરેન્દ્રનગર સહિત અન્ય 9 જિલ્લામાં કોમન પેપર લેવાઈ રહ્યા છે. ધોરણ 11ના અર્થશાસ્ત્રનું પેપર પ્રિન્ટીંગ કરનાર અમદાવાદના નવદીપ પ્રકાશન સામે ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. છતાંય મહેનતી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે પુરતું ધ્યાન આપવામાં આવશે. અને જે કસૂરવાર ઠેરવાશે તેને સજા કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.