ચોરી:લીંબડી બળદેવ પાર્કમાં નવા મકાનમાં રહેવા આવે તે પહેલાં તસ્કરો ત્રાટક્યા

લીંબડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીંબડી શહેરના ખારાવાસ વિસ્તારમાં આવેલ બળદેવ પાર્ક સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના દરવાજા અને તિજોરીનું તાળું તોડી 600 ગ્રામ ચાંદી અને 7 જોડી કપડાની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી. લીંબડી તાલુકાના કટારિયા ગામના અને બેંક ઓફ બરોડામાં બેંકમિત્ર તરીકે ફરજ બજાવતા પ્રવિણભાઈ ઉકાભાઈ દુલેરાનું લીંબડી શહેરના ખારાવાસ વિસ્તારમાં આવેલી બળદેવ પાર્ક સોસાયટીમાં મકાનના નિર્માણકાર્ય પૂરું થઈ ગયું હતું.

મકાનમાં લાઈટ ફિટિંગનું થોડું કામ બાકી હોવાથી પ્રવિણભાઈ દુલેરાએ દિવાળી પછી નવા મકાનમાં રહેવા આવવાનું આયોજન કર્યું હતું. જેના માટે તેમણે બેડ, તિજોરી સહિતની ઘરવખરી નવા ઘરમાં મૂકવાની શરૂઆત કરી દીધી હતી. 4 નવેમ્બરે પ્રવીણભાઈ છેલ્લીવાર નવા ઘરે આવ્યા હતા.

મકાનના દરવાજા અને ઓશરીના તૂટેલા તાળાં જોઈને પાડોશીઓએ પ્રવીણભાઈને ફોન કરી જાણ કરી હતી. પ્રવિણભાઈએ મકાને આવીને જોયું તો તિજોરીનું તાળું તોડી અંદર રાખેલા 5 ચાંદીના સિક્કા, 4 નંગ ચાંદીની કડલીઓ અને 7 જોડ કપડાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રવિણભાઈએ આ અંગે પોલીસને જાણ કરતાં બીટ જમાદાર અશ્વિન અંગારી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે રૂ.30 હજારના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધી ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...