તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેખિત ફરિયાદ:નિવૃત્ત શિક્ષકનું આચાર્ય એરિયર્સ બિલ કાઢતા નથી

લીંબડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબડી તાલુકાના પરનાળાના શિક્ષકની આચાર્ય વિરુદ્ધ મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ

લીંબડી તાલુકાના પરનાળા માધ્યમિક શાળાના આચાર્ય નિવૃત્ત શિક્ષકને ઉચ્ચતર પગાર ધોરણ તફાવત એરિયર્સ બિલ નહીં કાઢી આપતા હોવાની રાવ ઉઠી છે. નિવૃત્ત શિક્ષકે આચાર્ય સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી, કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ કરી છે.

લીંબડી તાલુકાના પરનાળા ગામની વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ફરજ બજાવતા ભગવાનભાઈ જે. કમેજળિયા31 ઓક્ટોબર-2020ના રોજ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ ભગવાનભાઈએ પેન્શન યોજના માટે તમામ પ્રકારના જરૂરી બિલો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જમા કરાવી આપ્યા હતા. પરંતુ શાળાના આચાર્ય કે.યુ.મકવાણાએ નિવૃત્ત શિક્ષકનું એરિર્યસનું બિલ બનાવી મોકલાવ્યું નહોતું. અંદાજિત 1.95 લાખનું બીલ અટકી પડ્યું છે. શિક્ષકે કંટાળીને આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારી, કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી લેખિતમાં ફરિયાદ કરી રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સુધી ફરિયાદ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. 38 વર્ષ નોકરી માટે ભોગ આપનાર શિક્ષકને ન્યાય મળે છે કે કેમ? નિવૃત્ત શિક્ષકને શારીરિક, માનસિક યાતના આપવા બદલ શિક્ષણ વિભાગ આચાર્ય વિરુદ્ધ શું પગલા ભરશે? તે તો આવનારો સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...