લીંબડી તાલુકાના પાણશીણા ગામના અને હાલ બોરણા ગામે રહી ખેત મજુરી કરતા પરિવારની મોટી પુત્રીના લગ્ન બાવળા તાલુકાના જુવાલ ગામના વિક્રમ ઈશ્ચર સાડમીયા સાથે થયા હતા. મોટી પુત્રીને પ્રસુતિ આવે તેમ હોવાથી સાસુ-સસરાએ જમાઈ વિક્રમ અને દીકરીને બોરણા ગામે રહેવા બોલાવ્યાં હતા. તા.9 ફેબ્રુઆરીએ ખેત મજૂરી કરતા બનેવી વિક્રમને 14 વર્ષની સાળી ટિફિન દેવા ગઈ હતી. તારી બહેન સાથે લગ્ન તોડી નાખીશ તેવી ધમકી આપી વિક્રમે સાળી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ભાંડો ફૂટી જવાને ડરે વિક્રમ ભાગી છૂટ્યો હતો.
સાસુએ જમાઈ વિક્રમ સાડમીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોક્સો તથા દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં નાસતા આરોપીને શોધી કાઢવાની ડીવાયએસપી સી.પી. મુંધવાની સૂચના ધ્યાને રાખી પીએસઆઈ વી.એન. ચૌધરીએ પોલીસ ટીમે કામગીરી હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને વિશ્વાસુ બાતમીદારોની મદદથી લીંબડી-બગોદરા હાઈ-વે પરથી 14 વર્ષની સાળી સાથે દુષ્કર્મ કરનાર હવસખોર વિક્રમ સાડમીયાને ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.