તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લીંબડીના વકીલ પર છરીથી હુમલાે કરનારો ગણતરીના કલાકોમાં ઝબ્બે

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હિન્દુ સંગઠનના ધરણા. - Divya Bhaskar
હિન્દુ સંગઠનના ધરણા.
 • આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે ધરણાં યોજાયાં
 • 307ની કલમ લગાવી ગુનો નોંધવા બાર એસો.નું આવેદનપત્ર

લીંબડી બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ બટુકભાઈ પટેલ ઉપર પટેલ શેરીમાં રહેતો સુફીયાન ઘાંચી ઉર્ફે ભાણાએ જૂની અદાવતનું મનદુઃખ રાખી છરી વડે હુમલો કર્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ડીવાયએસપી સી.પી.મુંધવાના માર્ગદર્શન હેઠળ એલસીબી, પેરોલ સ્ક્વોડના પીએસઆઈ સંજય વરુ, લીંબડી PSI એમ.કે.ઈશરાણી સહિતે સુફીયાન ઘાંચીને ઝડપી પાડ્યો હતો. લીંબડી બાર એસોસીએશને ડે.કલેકટર હર્ષવર્ધનસિંહ સોલંકીને આવેદન આપી જણાવ્યું હતું કે, પોલીસ હુમલાખોર વિરુદ્ધ કુણું વલણ અપનાવી રહી છે.

હુમલાખોર
હુમલાખોર

હુમલાખોર વિરુદ્ધ 307ની કલમ ઉમેરી પાસા અન્વયે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. લીંબડીતાલુકાના હિન્દુ સમાજના લોકોએ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરો સાથે લેકવ્યુ બિલ્ડીંગ પાસે બેસીને ધરણા કાર્યક્રમ યોજયા હતા. આં.રા.હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી બકુલભાઈ ખાખીએ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં માતાજીના ચોકમાં હુમલાખોર અને તેનો પરિવાર માંસ-મટનનો વેપાર કરતો હતો. હિન્દુ સમાજની દિકરી ઉપર પણ તેને અગાઉ જીવલેણ હુમલો કર્યો ત્યારે જો પોલીસ દ્વારા હવે આ આરોપી સામે ઢીલી નીતિ રાખવામાં આવશે તો સમસ્ત હિન્દુ સમાજ દ્વારા લીંબડી બંધનું એલાન કરાશે.

પોલીસના 4થી 5 કર્મી ફુટેલા છે
આ અંગે ભાેગબનાર વકીલ બી.જે.પટેલે જણાવ્યું હતું કે, મારા ઉપર હુમલો કરનારનો મામો ઈમરાન માંસ-મટનની સાથે ચરસ-ગાંજાનો પણ વેપાર કરે છે. મેં આ અંગે અગાઉ આવેદન આપ્યું છે. છતાં પોલીસ કાર્યવાહી કરતી નથી. પોલીસના 4-5 કર્મચારી ફૂટેલા છે. કાર્યવાહી નહીં થાય તો હું ઉપવાસ પર બેસી જઈશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો