તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીંબડી વીજ કચેરીમાં ખેતીવાડી વિભાગના ડે.ઈજનેરે વીજ કનેક્શનના એગ્રીમેન્ટ પર સહી કરવાના રૂ.500 લેતા હોય તેવો વિડીયો ખેડૂતે બનાવી દિવ્યભાસ્કર સુધી પહોંચાડ્યો હતો. વધુમાં ડે.ઇજનેર રત્ના ચૌધરી મૂળી PGVCLમાં હતા ત્યાં પણ તેમની સામે તપાસ થઈ પરંતુ કાર્યવાહી થઈ નહોતી. સોમવારે વીજ વિભાગે ડે.ઈજનેર સામે ઈન્કવાયરી બેસાડી હતી. ડે.ઈજનેર અને ખેડૂતના નિવેદનો લેવાયાં હતા. વિડીયોગ્રાફી સબૂત હોવાથી વીજ ધ શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર છે.
મૂળ તાલુકાના ઉમરડાના ખેડૂત રાધેશ્યામ દુધરેજીયાએ 12 ફેબ્રુઆરી-2020ના રોજ પોલીસ મથકે લાંચ માંગવા બાબતે અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારા માતા રમાબેનનું વીજ કનેક્શન મંજૂર થતાં મૂળી વીજ કચેરીમાં પૈસા ભરવા ગયો હતો. રત્ના ચૌધરીએ તમારું કનેક્શન મંજૂર થયું નથી. જો કોટેશન કાઢવું હોય તો રૂ.10,000 આપો તો ઝડપથી કામ કરી આપીશ. મેં પૈસા આપવાની ના પાડતા ડે.ઈજનેર રત્ના ચૌધરીએ મને અપશબ્દો કહીં હડધૂત કરી ઓફિસ બહાર કાઢી મૂક્યો હતો. મારી ફરિયાદ ACB સુધી પહોંચાડવા દરખાસ્ત કરી હતી.
તમામ રિપોર્ટ ભાવનગર ઝોનલ ઓફિસે મોકલ્યા
મૂળીના ડે.ઈજનેર રત્ના ચૌધરી વિરુદ્ધ 2થી 3 સ્ટ્રોંગ કમ્પલેન આવી હતી. તે સમયના કા.ઈજનેર એ.એચ.તલસાણીયાએ તપાસ કરી હતી. સર્કલ ઓફિસમાં મારી પાસે તપાસની ફાઈલ આવી હતી. જે તમામ રિપોર્ટ મેં ભાવનગર ઝોનલ ઓફિસે મોકલી આપ્યા હતા. પરંતુ પછી મારી બદલી રાજકોટ થઈ ગઈ. - S.R .રાડા, અધિક્ષક ઈજનેર, રાજકોટ
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.