અનોખી સિદ્ધી:શિવ અને કૃષ્ણનું જ્ઞાન પીરસતું ‘શિક્ષણ ગંગા-શિક્ષણ ગીતા’ પુસ્તક

લીંબડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જાન્યુ.2021માં હિન્દી ગુજરાતી,અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થશે
  • લીંબડીના યુવાને 1 વર્ષના પરિશ્રમ બાદ બંને બાજુથી વાંચી શકાય તેવું અને મધ્યમાં પૂરું થતું પુસ્તક લખ્યું
  • ગાંધીનગર M.Sc M.Edમાં અભ્યાસ કરતાં અવિરાજસિંહ વાળાની સિદ્ધિ

ધંધુકાના ખડોળ (ખસતા) ગામના અને 30 વર્ષથી લીંબડી રહેતા જાલમસિંહના પુત્ર અવિરાજસિંહ વાળાએ એક વર્ષ અથાગ પરિશ્રમ કરી “શિક્ષણ ગીતા-શિક્ષણ ગંગા” નામનું પુસ્તક લખ્યું છે. ગાંધીનગરમાં M.Sc M.Edના ફાઈનલ વર્ષમાં અભ્યાસ કરતા અવિરાજસિંહે પુસ્તકમાં જગતગુરુ શ્રીકૃષ્ણ અને શિવજી પાસેથી મળેલી શિક્ષણ પદ્ધતિ અપનાવી શિક્ષકો શિવ અને કૃષ્ણનું જ્ઞાન પીરસતું... આજના વિદ્યાર્થીઓને જ્ઞાન આપે તેવી અપેક્ષા રાખી છે. પુસ્તકોના ઈતિહાસમાં અવિરાજસિંહ વાળાએ લખેલું “શિક્ષણ ગીતા-શિક્ષણ ગંગા” પહેલું એવું પુસ્તક કે જે આગળ અને પાછળ બંને બાજુથી વાંચી શકાય છે. મધ્ય ભાગમાં પુસ્તક પૂર્ણ થશે.

આ પુસ્તક હિંદી, ઈંગ્લીશ અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત થવાનું છે. પુસ્તકના આગળના ભાગમાં શિક્ષણ ગીતા અને પાછળથી વાંચવાનું પ્રારંભ કરશો તો શિક્ષણ ગંગાની શરૂઆત થશે. મધ્ય ભાગમાં પૂર્ણ થશે. ગીતા અને ગંગાનું પુસ્તકના મધ્ય ભાગમાં મિલન સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...