તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:લીંબડી હાઈવે પર એબીએમએન ટીમે 500 વાહનને રેડિયમ રિફ્લેક્ટર લગાવ્યાં

લીંબડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી હાઈવે પર એબીએમએન ટીમે વાહનોને રેડિયમ રિફ્લેકટર લગાવ્યાં હતા. - Divya Bhaskar
લીંબડી હાઈવે પર એબીએમએન ટીમે વાહનોને રેડિયમ રિફ્લેકટર લગાવ્યાં હતા.
  • લોકડાઉન સમયે સંસ્થાએ કોરોનાના દર્દીઓને ભોજન પહોંચાડ્યું હતું

લીંબડી અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ટીમે લીંબડી શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનના સમયમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઘરે ઘરે જઈ ભોજનની વ્યવસ્થા કરી આપી હતી. સાથો-સાથ લીંબડી સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને નાળિયરનું પાણી, કોરોનાની સારવાર કરતા ડૉક્ટરો અને સ્ટાફને ચા-પાણીની વ્યવસ્થા સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આગળ રહી છે.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે અકસ્માતો માટે પંકાયેલો છે. તેમાં પણ લીંબડી-બગોદરા હાઈવે અકસ્માત ઝોન તરીકે પ્રચલિત બની ગયો છે. અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર સહિતની લીંબડી એબીએમએન ટીમ દ્વારા અકસ્માતો નિવારવા લીંબડી નેશનલ હાઈવે પર પસાર થતા નાના મોટા 500થી વધુ વાહનોની આગળ પાછળ રેડીયમ રીફ્લેકટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિના જીલ્લા મહામંત્રી ડી.યુ.પરમાર, સૌરાષ્ટ્ર સચિવ નઝીર સોલંકી, જીલ્લા મહામંત્રી સચિન પીઠવા, નટુભા ઝાલા, શહેર પ્રમુખ નંદકિશોર ચૌહાણ, યુવરાજ સોલંકી, એરીક સમા, જસવંતસિંહ મોરી, એન.કે.રાણા, દક્ષાબેન વાઘેલા સહિતની સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...