તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મોટીકઠેચી ગામે તલાટી, સરપંચના પતિએ 35 હજારની ગ્રાન્ટની ઉચાપત કર્યાની રાવ

લીંબડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીંબડી તાલુકાના મોટી કઠેચી ગામના તલાટી અને સરપંચના પતિએ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂ.35 હજારની ઉચાપત કર્યાની રાવ છે. ગામના જાગૃત નાગરિકે લીંબડી તા.પંચાયતના પ્રમુખને લેખિત ફરિયાદ કરી તલાટી અને સરપંચના પતિ વિરુદ્ધ તપાસ કરવાની માંગ કરી છે.

લીંબડી તાલુકાના મોટીકઠેચી ગ્રામ પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂ.35 હજાર તલાટી અને સરપંચના પતિએ કામ કર્યાં વગર બારોબાર સગેવગે કરી નાંખ્યાની ફરીયાદ કરવામાં આવી છે. મોટીકઠેચી ગામના બ્લોચ તસલ્લીમ માપણભાઈએ લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ કૃષ્ણસિંહ રાણાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોટી કઠેચી ગ્રામ પંચાયતની સ્વભંડોળની ગ્રાન્ટમાંથી તલાટી કમ મંત્રી અને સરપંચના પતિએ ગામના કામ કર્યા વગર ખોટા બીલો બનાવી રૂ.35,000 ઉચાપત કરી નાંખ્યા છે. પંચાયતના તલાટી અને સરપંચના પતિ શામજીએ પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા છે. ગામમાં એકપણ કામ કરવામાં આવ્યું નથી. તલાટી અને સરપંચ વિરુદ્ધ તપાસ કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ અંગે મોટી કઠેચીના તલાટી જે.વી.વરસાતે જણાવ્યું હતું કે હું રજા ઉપર હતો. મારી જગ્યાએ નાની કઠેચી ગામના તલાટી ચાર્જમાં હતા. છતાંય જૂના રેકોર્ડ તપાસી સાચું શું છે તે તપાસ કરીશું અને કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...