ક્રાઇમ:રળોલ અને જાંબુ ગામે લવ-જમીન જેહાદની ઘટના બની હોવાની શંકા

લીંબડીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • AHP અને રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરોની રજૂઆત
  • અપહરણ અને જમીન પડાવનારા સામે કાર્યવાહી કરો

લીંબડી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકરોએ રળોલ ગામે પઢાર સમાજની યુવતીનું અપહરણ અને જાંબુ ગામે પ્રજાપતિની ભઠ્ઠીની જગ્યા બળજબરી પૂર્વક ખાલી કરાવનાર લઘુમતી સમાજના લોકો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી બકુલભાઈ ખાખી, જિલ્લા મહામંત્રી મનહરભાઈ ચાવડા, રાષ્ટ્રીય બજરંગદળના જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાઠોડ સહિતના કાર્યકરોએ ડે.કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકીને આપી રળોલના લઘુમતી સમાજનો યુવાન ગામમાં વસતા પછાત પઢાર સમાજની યુવતીને થોડા મહિના અગાઉ લગ્ન કરવાની લાલચ આપી લાચાવી ફોસલાવી ભગાડી ગયેલ હતો. યુવતીના પરિવારજનોએ અનેક વખત રજુઆતો કરવા છતાં પોલીસ દ્વારા કોઈ કર્યાવાહી કરવામાં આવી નથી.

જાંબુ ગામે પ્રજાપતિ સમાજના લોકો છેલ્લા 30 વર્ષથી એક જ જગ્યા ઉપર વસવાટ કરી રોજીરોટી કમાવવા ઈંટો બનાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જાંબુ ગામના લઘુમતી સમાજના સરપંચે તલાટી સાથે મળી પ્રજાપતિ પરિવારના ભઠ્ઠા ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. વિરોધ કરતા પ્રજાપતિ પરિવારને મારવા ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...