રસાકસી:ખોખોની સ્ટેટ લેવલની ફાઇનલ મેચમાં સુરત શહેરને હરાવી સુરત ગ્રામ્યની ટીમ ચેમ્પિયન

લીંબડી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાઈનલમાં 2 વખત સ્કોર લેવલ રહ્યો, અંતે મિનિમમ ચેઝથી ગ્રામ્યની ટીમ વિજેતા જાહેર

લીંબડી સ્પોટર્સ કોમ્પ્લેક્ષ ખાતે ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાઈઓની રાજ્યકક્ષાની શાળાકીય અંડર-19 ખો-ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 36 ટીમોએ ભાગ લીધો હતો. સુરત ગ્રામ્ય અને સુરત શહેરની ટીમો વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી. જેમાં પ્રથમ દાવમાં સુરત શહેરે 3 અને સુરત ગ્રામ્યની ટીમે 5 પોઇન્ટ મેળવેલ. બીજા દાવમાં સુરત શહેરે 7 અને સુરત ગ્રામ્ય 5 પોઇન્ટ મેળવ્યા હતા.

ફાઈનલ મેચના અંતે બન્ને ટીમોએ 10 પોઇન્ટ મેળવતાં મેચ ડ્રો રહેલ. ત્યારબાદ ત્રીજો દાવ રમાતા બન્ને ટીમનો સ્કોર 5-5 રહ્યો હતો. ખો-ખો રમતના નિયમ મુજબ મિનિમમ ચેઝ રમાડવામાં આવેલ જેમાં સુરત ગ્રામ્ય ટીમના ખેલાડી પરેશે 1.12.86 સેકન્ડ દાવ લીધો હતો. સુરત શહેરના રામપ્રકાશે 1.12.44 સેકેન્ડ દાવ લીધો હતો. ભારે રસાકસીના અંતે સુરત ગ્રામ્ય ટીમ 42 માક્રોસેકેન્ડના ફેરથી વિજેતા જાહેર થઈ હતી.

સુરત ગ્રામ્યની ટીમ પ્રથમ ક્રમે, સુરત શહેરની ટીમ દ્વતિય ક્રમે અને આણંદ જિલ્લાની ટીમ તૃતિય ક્રમાંકે રહી હતી. લીંબડી સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલ ખો-ખો સ્પર્ધાને સફળ બનાવવા જિલ્લા રમત ગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, સિનિયર કોચ પાર્થ ચૌહાણ, હેડકોચ મુકેશભાઈ છત્રોલા, પ્રાંત યુવા વિકાસ અધિકારી પ્રકાશસિંહ ગોહિલ સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...