તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:જનસાળી ગામે ચાલતું માટીનું ખનન બંધ કરાવવા સીએમ સુધી રજૂઆત

લીંબડી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખનન કરતા સરપંચ અને પૂર્વ તા.પં.ના સભ્યના પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ

લીંબડી તાલુકાના જનસાળી ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન થતું હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી છે. જનસાળી ગ્રામ પંચાયત સભ્ય અને ગ્રામજનોએ કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી માટીનું ગેરકાયદે ખનન ચાલવતા સરપંચ અને તા.પંચાયતના સભ્યના પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

લીંબડી તાલુકાના જનસાળી ગ્રામ પંચાયતના સભ્યો હરીભાઈ વિહાભાઈ, ટપુભાઈ છોટીયા, ફુલીબેન જયંતીભાઈ સહિતના ગ્રામજનોએ કલેક્ટર, ટીડીઓ, ડીવાયએસપી, ખાણ ખનીજ વિભાગ, મુખ્યમંત્રી સહિતની કચેરીમાં લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે જનસાળી ગામે જૂના રેવન્યુ સર્વે નં-56 સરકારી જમીનમાં સરપંચ વિજયભાઈ ચંદુભાઈ સોલંકી અને લીંબડી તા.પંચાયતના પૂર્વ સભ્ય ગગજીભાઈ ગોહીલનો પુત્ર અજીતભાઈ ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરાવી રહ્યા છે. માટીનું ગેરકાયદે ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે.

રોયલ્ટી પાસ પરમીટ લીધાં વગર માટીનું ખનન કરાવી સરપંચ ખીચ્ચા ભરી રહ્યા છે. નવા તળાવ પાસે પડતર સરકારી જમીનમાંથી પણ માટી વહેંચી રહ્યા હોવાની રાવ કરી છે. સ્થળ તપાસ કરી દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ગ્રામજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો