તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લીંબડી તાલુકાના જનસાળી ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન થતું હોવાની રાવ ઉઠી રહી છે. આથી જનસાળી ગ્રામ પંચાયત સભ્ય અને ગ્રામજનોએ ડેપ્યુટી કલેક્ટર, મામલતદારને લેખિત રજૂઆત કરી ગેરકાયદે ચાલતા ખનનને અટકાવવા માંગ કરી છે.
લીંબડી તાલુકાના જનસાળી ગ્રામ પંચાયતના સદસ્ય ટપુભાઈ સી.છોટીયા, જીવણભાઈ ડાભી, જયંતીભાઈ જાદવ, હરેશ ગણેશભાઈ સહિત ગ્રામજનોએ ડે.કલેક્ટર, મામલતદારને રજૂઆત કરી જણાવ્યું હતું કે જનસાળી ગામે જૂના રેવન્યુ સર્વે નં-56 સરકારી જમીનમાં સરપંચ, પંચાયતના સભ્યો ત્રણ વર્ષથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરાવી રહ્યા છે. માટીના ગેરકાયદેસર ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે. જનસાળીના ગ્રામજનોએ માટીનું ખનન અટકાવવા માંગ કરી હતી.
રોયલ્ટી પાસ લેવાયો છે
સરપંચ વિજયભાઇ સોલંકીએ જણાવ્યુ કે, ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તળાવ ઊંડું થાય માટે રોયલ્ટી પાસ લઈ માટી આપવામાં આવે છે.
45 લાખથી વધુનો વહીવટ કરાયો છે
લક્ષ્મણભાઈ ઝાપડીયાએ જણાવ્યુ કે, વૃક્ષ ઉછેર મંડળના પ્રમુખ ગગજીભાઈ ગોહીલ, સરપંચ અને 6 સદસ્યો મળીને માટી વહેંચવાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. 21 હેક્ટરમાં રૂ.45 લાખનો વહીવટ થયો છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.