તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:SBI ઈન્સ્યોરન્સ ખેડૂતોને 7 % વ્યાજ સાથે વળતર ચૂકવે

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો ચુકાદો
 • લીંબડીના 600 ખેડૂતે 2017માં પ્રિમિયમ ભર્યું હાલ 15 ખેડૂતોની તરફેણમાં ચુકાદો

લીંબડી તાલુકાના ખંભલાવ, મોટાટીંબલા, ઘાઘોસર, રળોલ ગામોના સહિત જિલ્લાના 600 જેટલા ખેડૂતોએ વીમાનું વળતર મેળવવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. વકીલ હિમાંશુભાઈ ઠાકર વર્ષ-2018થી ખેડૂતોના વિનામુલ્યે કેસ લડી રહ્યા છે. 3 વર્ષની લાંબી લડત બાદ તા.26 માર્ચે ગ્રાહક તકરાર નિવારણ ફોરમે 15 ખેડૂતોના હકમાં ફેસલો સંભળાવ્યો હતો.

જજે ચૂકાદો આપતાં કહ્યું હતું કે SBI જનરલ ઈન્સ્યોરન્સ કંપની ખેડૂતોને 7 ટકા વ્યાજ સાથે પાક વીમાનું વળતર સાથે જ માનસીક ત્રાસના રૂ.2,000 અને ખર્ચના 1,000 રૂપિયા 30 દિવસમાં ચૂકવી આપે.વીમા કંપની સામે લડાઈ લડી રહેલા 600 ખેડૂતોએ ચૂકાદાને અન્નદાતાની જીત ગણાવી હતી. મોટાટીંબલા ગામના બાબુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે 15 ખેડૂતોને ન્યાય મળ્યો છે.

બાકીના ખેડૂતોની સુનાવણી ચાલુ છે. જ્યારે ખંભલાવના ભરતસિંહ ઝાલાએ જણાવ્યું કે, 5.95 લાખનું પાક ધીરાણ લીધું હતું. જેનું રૂ.32,803 વીમામાં પ્રિમિયમ ભર્યું હતું. ગ્રાહક તકરાર નિવારણ ફોરમે વીમા કંપનીને મને 47,748 ચૂકવવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો