રેતીની બેરોકટોક ચોરી:લીંબડીના બોડિયાની ભોગાવા નદીના પટમાં રેતીચોરો બેફામ, 3 વોશ પ્લાન્ટને મંજૂરી પણ ચાલી રહ્યા છે 6

લીંબડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
બોડીયા ગામના ભોગાવા નદીમાં બેફામ રેતી અને વીજ ચોરી થઈ રહી છે. - Divya Bhaskar
બોડીયા ગામના ભોગાવા નદીમાં બેફામ રેતી અને વીજ ચોરી થઈ રહી છે.

લીંબડી તાલુકાના બોડિયા ગામના ભોગાવા નદીમાં બેફામ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. 3 વોશ પ્લાન્ટને મંજૂરી છતાં 6 પ્લાન્ટમાંથી રેતી ચોરી થઈ રહી છે. વોશ પ્લાન્ટોમાં વીજ ચોરી થતાં ગામમાં લો-વોલ્ટેજ સહિતની વીજ સમસ્યાઓ વધી ગઈ છે. હપ્તારાજ ન હોય તો કેવી રીતે થઈ શકે છે ગેરકાયદે વોશ પ્લાન્ટો? સહિતના સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. મામલતદાર, ખાણ ખનીજ વિભાગમાં કરેલી અનેક અરજી કચરાપેટીમાં જતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે. લીંબડી હાઈવે રોડ પર આવેલા બોડિયા ગામના ભોગાવા નદીમાં પંથકના ભૂમાફિયાઓ બેફામ બનીને રેતી ચોરીનો કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યા છે.

વીજ લાઈનોમાં વાયરો નાખી વીજ ચોરી થઈ રહી છે. જેના કારણે ગામમાં લો-વોલ્ટેજ સહિત વીજ સમસ્યાઓ વધી ગઈ છે. નેશનલ હાઈવેથી ભોગાવા નદી ફક્ત 1 કિમી દૂર છે. હપ્તારાજ વગર નદીમાં ખુલ્લેઆમ રેતી ચોરી થવી અશક્ય છે. રેતી માફિયા ભોગાવા નદીમાં રેતી ચોરી કરી ગામની બજારમાં ડમ્પર, ટ્રક સહિતના વાહનો ચલાવે છે. રેતી ચોરી બંધ કરાવવા મામલતદાર, ખાણ ખનીજ સહિતના વિભાગોમાં કરેલી અરજીઓ કચરાપેટીમાં જ નાખી દેવામાં આવતી હશે તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. બોડિયાના ગ્રામજનોએ માગ કરી છે કે કલેક્ટર, જિલ્લા પોલીસવડા કોઈ એક્શન પ્લાન તૈયાર કરે તો જ આ રેતી ચોરીનો કાળો કારોબાર અટકી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...