તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:શિક્ષણ માટે રૂ.5.60 કરોડ, વિકાસ કાર્યો પાછળ રૂ. 9.14 કરોડ ફાળવ્યા

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લીંબડી તાલુકા પંચાયતમાં 84.95 કરોડનું બજેટ મંજૂર
 • રૂ. 11.75 કરોડની પુરાંત સાથે બજેટ મંજૂર : સામાન્ય સભામાં કારોબારી અને ન્યાય સમિતિની રચના કરાઇ

લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે એટીડીઓ એચ.એફ.ભુવાત્રા અને તા.પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને વર્ષ 2021-22નું એકંદરે 84.95 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં સામાજિક ન્યાય અને કારોબારી સમિતીની રચના કરવામાં આવી હતી.

રૂ.84.95 કરોડના બજેટમાં મુખ્વેત્વે તાલુકા શિક્ષણના વિકાસ માટે 5.60 કરોડ બાળકોને પોષણ યુક્ત આહાર માટે 5 કરોડ, વિકાસના કામો માટે 9.14 કરોડ, અનુ.જાતિની વસ્તી ધરાવતા ગામો માટે 84 લાખ, પશુપાલન ક્ષેત્રે 75 લાખ, કુદરતી આફતો માટે 22 લાખ અને ખેતીના વિકાસ માટે 60 લાખ અને અન્ય યોજનાકીય કામગીરી માટે 1.55 કરોડ એમ 84.95 કરોડનું બજેટ 11.75 કરોડની પુરાંત સાથે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

લીંબડી તાલુકા ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા, તાલુકા પંચાય, ઉપપ્રમુખ વિક્રમભાઈ વડેખણીયા સહિત સભ્યોની હાજરીમાં કારોબારી અને સામાજીક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. કારોબારી સમિતિમાં ખેંગારસિહ બોરાણા, હંસાબેન કાગડીયા, ઉર્વશીબા રાણા, ઘનશ્યામભાઈ ઝાપડીયા, ખમાબા ઝાલા, જાનાબેન ગેસાપરા, માજુબેન સામતીયાને આવરી લેવાયા હતા. સામાન્ય ન્યાય સમિતિમાં કનુબેન ચૌહાણ, કાળુભાઈ રાઠોડ, મુકેશભાઈ ડાભી, ગીતાબેન ધરજીયા, રતનબેન પરમારનો સમાવેશ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો