તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલાપ:સુરતની માનસિક વિકલાંગ મહિલાનું પરિવાર સાથે મિલન

લીંબડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

લીંબડી-રાજકોટ હાઈવે પર વડોદ પાસે 17 ઓગસ્ટે 25થી 30 વર્ષની અજાણી મહિલા નગ્ન હાલતમાં જોવા મળી હતી. નગ્ન હાલતમાં ફરતી યુવાન મહિલા સાથે હાઈવે પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જાગૃત અને સેવાભાવી નાગરિક સચિન પીઠવા, હિતેષ શાહ અને માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમે આ બાબતે ડીવાયએસપી સી.પી.મુંધવાને જાણ કરી હતી. ડીવાયએસપીએ પોલીસ ટીમ મોકલી મહિલાને વસ્ત્રો પહેરાવી લીંબડી પોલીસ મથકે લાવવામાં આવી હતી.પીએસઆઇ એન.એચ.સોલંકી અને પોલીસ ટીમે સુદ્ધ, બુદ્ધ વિસરેલી મહિલાને મેડીકલ ચેકઅપ કરાવી બગોદરા મંગલ મંદિર માનવ સેવા આશ્રમમાં સુરક્ષિત મોકલી આપી હતી.

મંગલ મંદિર માનવ સેવા પરિવારના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા અને સંસ્થા દ્વારા મહિલાની સારવાર શરૂ કરી હતી. થોડી સ્વસ્થતા કેળવ્યા બાદ મહિલાએ પોતાનું નામ રંજન, પતિનું નામ વિપુલ સુરત તથા ભાઈ વસંત મહારાષ્ટ્રના અકોલા ગામે રહેતા હોવાનું જણાવ્યું હતું. અસ્થિર મગજની મહિલાની જાણકારી આપતા વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા જોઈ રંજનબેનના પતિએ બગોદરા મંગલ મંદિર માનવ સેવા પરિવારનો સંપર્ક કર્યો હતો. રંજનબેનને ઘરે પાછા લેવા પતિ, પુત્ર અને ભાઈ બગોદરા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...