તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:ST, SC-OBC અનામતમાં થયેલો અન્યાય દૂર કરાવો

લીંબડી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લીંબડીમાં પોલીસની ભરતીને લઈ આવેદન
 • દલિત યુવા સંગઠનની ભરતી પ્રક્રિયા પર સ્ટે મૂકી નવેસર પરિપત્ર બહાર પાડવાની માંગ

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2021માં યોજાનારી PSI, ASI અને I.Oની 1382 જગ્યાઓની ભરતી પ્રક્રિયા માટે જાહેરાત પ્રસિધ્ધ કરાઇ હતી. પોલીસ વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં ST, SC અને OBC અનામત ઉમેદવારોને અન્યાય થયો હોવાની રાવ સાથે લીંબડીના દલીત યુવા સંગઠનના યુવકોએ ડે.કલેક્ટર એચ.એમ.સોલંકીને આવેદન આપી જણાવ્યું હતું કે, પોલીસ વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં SC સમાજ સાથે 7% પ્રમાણે ભરતી કરાઇ નથી.

આ અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ રાજયના ગૃહખાતાને જાણ કરવા સાથે ભરતી પર સ્ટે મૂકી નવેસર પરિપત્ર બહાર પાડવાની માંગ કરાઇ હતી.સંગઠનમાં સંજય જાદવ, દેવરાજ જાદવ, નિકેશ જેન, મયુર દુલેરા, જીગર વાઘેલા સહિત યુવાનોએ જણાવ્યુ હતું કે, ભરતી પ્રક્રિયામાં જાતિવાદી માનસિકતા રાખનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાય અને જો આમ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો