તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:લીંબડીના કવિ અને લેખકનું ‘શબ્દોત્સવ’ પુસ્તકનું વિમોચન

લીંબડી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પુસ્તકમાં કાવ્યો, ગઝલ આર્ટિકલનો સમાવેશ કરાયો

લીંબડી તાલુકાના ઝાંબડી ગામના વતની અને હાલ ભાવનગર નિવાસી કવિ અને લેખક ‘અરજ’ ઉપનામથી સાહિત્ય સર્જન કરતા અર્જુન મહેશભાઈ ઠાકરનું દ્વિતીય સહિયારું પુસ્તક ‘શબ્દોત્સવ’ પ્રકાશિત થયું છે. કવિયત્રી પારૂલ અમિત-પંખુડી, કવિ અમિતભાઈ પટેલ, કવિ સતીન દેસાઈ, રક્ષા શુક્લ, શૈલષ પંડ્યા, કવિ હરદ્વાર ગૌસ્વામી, જીગરભાઈ ઠક્કર સહિત આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે “શબ્દોત્સવ” પુસ્તકનું વિમોચન કરાયું હતું.

અર્જુન ઠાકરના શબ્દોત્સવ પુસ્તકમાં ગુજરાતના અલગ-અલગ 55 જેટલા કવિ અને લેખકો દ્વારા કાવ્યો, ગીત, આર્ટિકલ, ગઝલ, હાઈકુનો સરભર સમાવેશ કરવામાં આવ્યો છે. યુવા કવિ અને લેખક અરજે દ્વિતીય સહિયારું પુસ્તક “શબ્દોત્સવ” પુસ્તકમાં અદભુત લેખન સંગ્રહમાં સાહિત્ય રચના રજૂ કરી છે. આમંત્રિત કવિઓ, લેખકો અને સમગ્ર સાહિત્ય ચાહકોએ લીંબડી પંથકના ઉગતા કવિ અર્જુન ઠાકર (અરજ) આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો